Health Tips: જો આપ માઇગ્રેન સહિત આ બીમારીથી પરેશાન હો તો ન કરો કેળાનું સેવન, નુકસાન જાણી લો
કેટલાક લોકો નિયમિત એક કેળું ખાવાનું પસંદ કરે છે. જો કે તેના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ છે. કેટલાક લોકો તેનાથી અજાણ હોય છે. નિશ્ચિત માત્રાથી કોઇ પણ ફૂડનું સેવન નુકસાનકાર સાબિત થાય છે. તો જાણીએ શું છે કેળાંના સેવનના સાઇડ ઇફેક્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેળું એવું ફળ છે, જેનો સ્વાદ બાળકથી માંડીને વડીલો બધા જ લેવાનું પસંદ કરે છે. કેળું ખાવામાં સોફટ હોવાથી મોટી ઉંમરના પણ લે છે. કેટલાક લોકો વજન વધારવા માટે પણ આ ફળનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો કેળાનો શેક પીવાનું પસંદ કરે છે. કેળાના ફાયદા તો આપ જાણતા હશો પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, કેળા નુકસાન પણ કરે છે. કેળાના સેવનના શું સાઇડ ઇફેક્ટ છે જાણીએ..
જો આપ માઇગ્રેનની સમસ્યાથી પીડિત હો તો આપને કેળાનું સેવન અવોઇડ કરવું જોઇએ. જાણકારોના મત મુજબ કેળામાં Tyramine નામનું કેમિકલ હોય છે. જે માઇગ્રેનની તકલીફને વધારી શકે છે.
જો આપ હાર્ટની સમસ્યાથી પરેશાન હો તો પણ કેળાથી દૂર રહેવું જોઇએ. કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જેના કારણે હાઇપર કેલેમિયા થાય છે. કેળા હાર્ટ અટેકનું કારણ પણ બની શકે છે. તેમાં સ્ટાર્ચની માત્રા હોવાથી તે દાંતને પણ નુકસાન કરી શકે છે.
કેળામાં કેલરી ભરપૂર હોય છે. જો આપ વધુ પ્રમાણમાં કેળાને ડાયટમાં સામેલ કરો છો તો આપનું વજન પણ વધી શકે છે. ડાયટિંગ કરતા લોકોએ કેળાથી દૂર જ રહેવું જોઇએ.
જે લોકો એલર્જીની સમસ્યાથી પીડિતા હોય તેમણે કેળાનું સેવન ન કરવું જોઇએ. એલર્જી વધુ થતી હોય તેવી વ્યક્તિ કેળાનું સેવન કરે તો તેને એલર્જીની સમસ્યા વધી શકે છે