Health Tips:અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો? રૂમમાં લગાવો આ પ્લાન્ટ ઘસઘસાટ ઊંઘ માણી શકશો
એક રિસર્ચ મુજબ ઊંઘ ન આવવાની સમસ્યા હાર્ટના રોગોને નિમંત્રણ આપે છે. અનિંદ્રાની સમસ્યા માનસિક તણાવના કારણે પણ સર્જાય છે. તો આજે અમે આપને માનસિક તાણ ઓછી કરતા એવા પ્લાન્ટ વિશે જણાવી રહ્યાં છે કે, જે કારણે આપ ઘસઘસાટ ઊંઘ માણી શકશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેવેન્ડરનો છોડ:લેવેન્ડર ઓઇલની સુગંધ માનસિક તણાવને ઓછો કરે છે. એટલા માટે જ કેટલાક લોકો ઘરના વાતાવરણને ખુશનુમા રાખવા માટે આ પ્લાન્ટ લગાવે છે. તેની ભીની-ભીની ખૂશ્બૂ માહોલને સકારાત્મકતાથી ભરી દે છે. તેને બેડરૂમની પાસે લગાવો આરામદાયક ઊંઘ માણી શકશો.
સ્નેક પ્લાન્ટ: આ પ્લાન્ટ એર ફ્રેશરનું કામ કરે છે. આ છોડ ઘરના વાતાવણને પ્રદૂષિત હવાથી બચાવે છે. હવાને શુદ્ધ રાખે અને તેનાથી ગાઢ નિંદ્રા માણી શકાય છે.
એલોવેરાનો છોડ: આ છોડને તમને સરળતાથી રૂમના કોઇ પણ ખૂણામાં રાખી શકો છો. એલોવેરા રાત્રે પણ ઓક્સિજન છોડે છે. તેનો સકારાત્મ પ્રભાવ શરીર પર પડે છે અને ગાઢ નિંદ્રાનો આનંદ લઇ શકાય છે.
ચમેલીનો છોડ:જો આપના ઘરમાં ચમેલીનો પ્લાન્ટ હશે તો તે ન માત્ર સુંદર મહેક આપે છે પરંતુ સારી ઊંઘ માટે પણ મદદરૂપ થાય છે.