Strawberry Benefits: સ્ટ્રોબેરી સ્વાસ્થ્યવર્ધી ગુણોનો છે ભંડાર, સેવન કરવાથી શરીરની આ સમસ્યા થાય છે દૂર, જાણો તેના ગજબ ફાયદા
બાળકોને સ્ટ્રોબેરીની ફ્લેવરની વાનગીઓ ખાવનું ખૂબ પસંદ કરે છે જો કે, આ વાનગીઓ એટલી હેલ્ધી ન હોય, પરંતુ તાજી લાલ-લાલ સ્ટ્રોબેરી સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટ્રોબેરીનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. ઉપરાંત, તેની સુગંધ અન્ય ફળો કરતાં તદ્દન અલગ છે. આ ફળ ખાવાથી તમે ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. આજે આ લેખમાં આપણે સ્ટ્રોબેરી ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે જાણીશું.
સ્ટ્રોબેરી એન્ટીઑકિસડન્ટો અને પોલિફેનોલિક ગુણોથી ભરપૂર હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર વિટામિન સી વજન ઘટાડવામાં અને કેન્સરને રોકવામાં મદદ કરે છે. આવો જાણીએ તેના ફાયદા
સ્ટ્રોબેરીમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, જે તમારા વધતા વજનને ઘટાડી શકે છે. આ સાથે, તે ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે જે તેનાથી લાંબો સમય સુધી ભરપેટ રહે છે. . તેનું સેવન કરવાથી તમે તમારું વધતું વજન ઘટાડી શકો છો
સ્ટ્રોબેરી એન્ટીઑકિસડન્ટો અને પોલિફેનોલ્સ સંયોજનોથી સમૃદ્ધ છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક હોઈ શકે છે. જો તમે હાર્ટ પ્રોબ્લેમને દૂર રાખવા માંગો છો તો સ્ટ્રોબેરી ખાઓ. આનાથી તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકો છો.
દાંતની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સ્ટ્રોબેરીનું સેવન કરો. આનાથી દાંત અને પેઢાની મજબૂતાઈ વધારી શકાય છે. તેમાં હાજર વિટામિન સી દાંતના પીળાશને દૂર કરે છે.
સ્ટ્રોબેરીનું સેવન કરવાથી હાડકાની મજબૂતાઈ વધી શકે છે. તેમાં રહેલા ગુણો હાડકાંને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને તેમાં હાજર મેગ્નેશિયમ હાડકાંની ઘનતા વધારીને તેને મજબૂત બનાવે છે.