Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Waking Early Benefits: સવારે જલ્દી ઉઠવું ગુણકારી, શરીરને એક નહિ પરંતુ પહોંચે છે આ 10 જબરદસ્ત ફાયદા
જે લોકો સવારે મોડા જાગે છે તેઓ સવારનો સૂર્યપ્રકાશ, તાજી હવાથી વંચિત રહી જતાં ખરાબ માનસિક સ્વાસ્થ્ય અને નબળી પાચન તંત્ર જેવી સમસ્યાઓનો સામનો કરે છે, લેઇટ ઉઠવાથી એક નહિ અનેક નુકસાન છે. તો પહેલા વહેલું ઉઠવાના ફાયદા જાણી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે વહેલા ઉઠવાથી અને ચાલવાથી અને કસરત કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને મેદસ્વિતા ઘટાડી શકાય છે. તેથી સવારે વહેલા ઉઠવું જોઈએ.
જે લોકો મોડા જાગે છે તેમની પાસે વહેલા જાગનારા લોકો કરતા ઓછો સમય હોય છે, જેના કારણે તેમને ટાઇમ મનેજમેન્ટ કરવું અઘરુ થઇ જાય છે
જો તમે વહેલા જાગી જાઓ છો, તો તમે સરળતાથી રાત્રે સમયસર ઊંઘી શકશો, જેના કારણે તમે સારી દિનચર્યાને અનુસરી શકશો.
સવારનું વાતાવરણ આપણા મગજને અસર કરે છે અને તણાવ ઓછો કરે છે. તણાવ આજે એક સામાન્ય સ્થિતિ બની ગઈ છે, જેનું એક મુખ્ય કારણ બગડતી દિનચર્યા છે.
સવારે વહેલા ઉઠવાથી અને કસરત કરવાથી શરીરના ઘણા ભાગોમાં ઘણો સુધારો આવે છે અને યોગ્ય રક્ત પરિભ્રમણને કારણે તે ખાસ કરીને હૃદય પર હકારાત્મક અસર કરે છે.
યોગ કે કસરત કરવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. આ સમયે, વાતાવરણમાં શુદ્ધ હવા હોય છે અને તે ફેફસાં અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સવારે વહેલા જાગવાથી તમારું પાચન સ્વસ્થ રહે છે, તમારું પેટ સાફ રહે છે કારણ કે તમે સમયસર ભોજન લઇ શકો છો.
સવારે વહેલા જાગવાથી તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. શરૂઆતના દિવસોમાં તમને આળસ, ઊંઘ, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જો તમે દરરોજ વહેલા ઉઠવાની ટેવ પાડો છો, તો તમને થાક વગેરે જેવી સમસ્યાઓ થતી નથી
સવારે વહેલા ઉઠવાથી ત્વચા સ્વસ્થ રહે છે. વહેલી સવારે બહાર ફરવા અને ઉગતા સૂર્યના કિરણો સામે કસરત કરવાથી સ્કિન ગ્લો કરે છે