Walnut Benefits: સ્વાસ્થ્ય માટે વરદાન છે પલાળેલા અખરોટ, જાણો રોજ સવારે ખાવાના ફાયદા
Walnut Benefits: વ્યક્તિએ હંમેશા સવારે કંઈક હેલ્ધી ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે અને દિવસભર કામ કરવાની એનર્જી પણ મળશે. આવી જ એક ખાદ્ય વસ્તુ છે અખરોટ. આ ડ્રાયફ્રુટ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેથી, દરરોજ સવારે તેને ખાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે ઇચ્છો તો સવારે તેને બદામની જેમ આખી રાત પાણીમાં પલાળીને ખાઈ શકો છો અથવા દૂધ સાથે પણ ખાઈ શકો છો. ચાલો જાણીએ અખરોટમાં કયા પોષક તત્વો ભરપૂર હોય છે, જે તમે તેને ખાવાથી મેળવી શકો છો.
અખરોટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ એક પ્રકારની હેલ્ધી ફેટ છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ છે.
અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ ડેમેજને રોકવામાં મદદરૂપ છે, જેના કારણે કોષોને નુકસાન થતું નથી અને બળતરા પણ ઓછી થાય છે.
અખરોટને ખૂબ જ કેલરી ધરાવતો ખોરાક માનવામાં આવે છે, જેના કારણે તેને ઓછી માત્રામાં પણ ખાવાથી ઘણી ઊર્જા મળે છે. તેથી, તેને સવારે ખાવાથી તમને તમારા રોજિંદા કામ કરવા માટે પૂરતી ઊર્જા મળે છે.
અખરોટમાં ફાઈબર હોય છે, જે પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે. ફાઈબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી. આ કારણે વજન નિયંત્રણમાં રહે છે. આ સિવાય ફાઈબરને કારણે તે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો નથી કરતું, તેથી તે ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે.
અખરોટમાં વિટામિન E જોવા મળે છે, જેના કારણે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન E ઝીણી રેખાઓ, કરચલીઓ, ત્વચા ઢીલી પડવા જેવી ઘણી વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને રોકવામાં મદદ કરે છે.