Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ચહેરા પર જોઈએ છે ઇન્સ્ટન્ટ ગ્લો ? ઘરે જ બનાવો ચણાના લોટનો આ હેલ્ધી ફેસ પેક, જોવા મળશે તરત અસર
જ્યારે અચાનક ઘરની બહાર જવાનો પ્લાન બને તો ગ્લોઈંગ સ્કિન માટે સૌ પ્રથમ ચણાનો લોટ લગાવવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચહેરાની ચમક માટે સદીઓથી ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ ઘણી સ્ત્રીઓ ચહેરાની ચમક માટે ચણાના લોટ પર આધાર રાખે છે.
ચણાના લોટમાં એવા ઘણા ગુણ હોય છે, જે ત્વચાને અંદરથી નિખારવાનું કામ કરે છે. જો તમે આજ સુધી તમારા ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કર્યો નથી, તો આજે જ લગાવો આ ફેસ પેક
ચાલો જાણીએ ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કેવી રીતે કરવો.ચણાના લોટની પેસ્ટ અથવા ફેસ પેક બનાવવા માટે તમારે પહેલા ચણાનો લોટ અને મધની જરૂર પડશે.
પછી એક બાઉલ લો. આ બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. ત્યારબાદ બંનેને સારી રીતે મિક્સ કરી લો. ધ્યાન રાખો કે મિશ્રણ થોડું ભીનું હોવું જોઈએ, જેથી આખા ચહેરા પર સરળતાથી લગાવી શકાય.
ચણાનો લોટ અને મધનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી તેને ચહેરા પર લગાવો. પછી સુકાઈ ગયા પછી તેને પાણીથી ધોઈ લો. ચહેરો ધોયા પછી તેના પર મોઈશ્ચરાઈઝર લગાવો. જો તમે ઈચ્છો તો આ ફેસ પેકનો દરરોજ ઉપયોગ કરી શકો છો.