તરબૂચની જેમ તેની છાલ પણ તમારા સ્વાસ્થ્યને આપશે ઘણા બધા ફાયદા, જાણો
શરીરને સ્વસ્થ્ય રાખવા માટે ફ્રૂટ ખાવા ખૂબ જ જરુરી છે. તરબૂચ શરીરને અનેક ફાયદા આપે છે. તરબૂચમાં પાણીનુ પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે આ કારણે તરબૂચ ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતરબૂચ ખાધા પછી લોકો તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ તરબૂચની છાલમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
જેના સેવનથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે અને અન્ય ઘણા ફાયદા થાય છે.
જેમને બીપીનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે તરબૂચની છાલ ખૂબ ફાયદાકારક હોય છે. તેની છાલમાં પોટેશિયમનું સારું એવુ પ્રમાણ હોય છે. જે સ્ટ્રેસ અને નસ પર પડતા દબાણને ઓછુ કરવામાં મદદ કરે છે.
જો લોકોને કબજિયાતની સમસ્યા છે તેમના માટે પણ તરબૂચની છાલ ફાયદાકારક છે. તરબૂચની છાલમાં રહેલુ ફાયબર કબજિયાતમાં રાહત પહોંચાડવાનું કામ કરે છે.
તરબૂચના છાલના સેવનથી વજન પણ ઘટાડવામાં મદદ મળે છે. જે લોકો જાડા છે તેમને કસરતની સાથે ડાયટમાં તરબૂચની છાલ એડ કરવી જોઈએ.
તરબૂચની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ જેવા તત્વો હોય છે. જે ત્વચાને નુકસાન કરનારા ફ્રી રેડિકલ્સ, ઓક્સીડેટિવ સ્ટ્રેસને દૂર કરવામાં મદદ પહોંચાડે છે.
તરબૂચની છાલનો રસ કાઢીને ચેહરા પર લગાવવાથી ચેહરા પરના ડાઘ દૂર થાય છે.