Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Way To Reduce Cholesterol: હાઇ કોલેસ્ટ્રોલ પર કુદરતી રીતે આ રીતે લગાવો લગામ
હાઇ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં અવરોધ પેદા કરી શકે છે. પરંતુ તમે ડાયટમાં કેટલાક ફેરફારો કરીને તેને ઘટાડી શકો છો. હાઇ કોલેસ્ટ્રોલને ઘટાડવાના ઉપાય જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જે લોહીમાં હોય છે. જેના કારણે હ્રદય રોગની સમસ્યા પણ થઈ શકે છે. વધારે વજન, પૂરતી કસરત ન કરવી, ચરબીયુક્ત ખોરાક ખાવા, ખરાબ જીવનશૈલી અને ધૂમ્રપાન કે આલ્કોહોલ પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ થાય છે. આ કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડવું..
હળદર: હળદર ધમનીઓની દીવાલો પર જમા થયેલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમે ભોજનમાં હળદર ઉમેરી શકો છો અથવા સૂતા પહેલા હળદરનું દૂધ પી શકો છો.
લસણ: લસણમાં એલિસિન હોય છે, જે સલ્ફર ધરાવતું સંયોજન કુલ અને એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે જાણીતું છે. કુદરતી રીતે કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે લસણની કળી ખાલી પેટે ચાવી જાવ અથવા સૂતી વખતે આ ખાઇ શકો છો.
ધાણાના બીજ: ધાણામાં ઉચ્ચ સ્તરના એન્ટીઑકિસડન્ટો હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી ધાણાના બીજને લગભગ બે મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પીવો.
આમળા: આમળામાં આવશ્યક એમિનો એસિડ અને એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે ઉત્તમ છે. રોજ તાજા આમળા ખાઓ અથવા એક ગ્લાસ નવશેકું પાણી 1 ચમચી સૂકા આંબળો પાવડર પીવો.
ફ્લેક્સસીડ્સ: ફ્લેક્સસીડ્સમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, એક આવશ્યક ઓમેગા.3 ફેટી એસિડ જે એલડીએલ કોલેસ્ટ્રોલ તેમજ ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે, એક ગ્લાસ ગરમ પાણી અથવા દૂધમાં એક ચમચી ફ્લેક્સસીડ પાવડર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તરત જ પી લો.