Weight Loss: સાંજના સમયે કરશો આ ભૂલ તો ક્યારે નહિ ઘટે આપનું વજન, જાણો નિષ્ણાતનો મત
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ વેઇટ લોસ કરવા ઇચ્છતા હો તો કોફી ચા વગેરેનું રાત્રે સેવન કરવાનું ટાળો. આ ડ્રિન્ક આપની ઊંઘમાં ખલેલ કરશે અને જેના કારણે વેઇટ લોસની પ્રક્રિયામાં અવરોધાશે. આપ હર્બલ ટી પી શકો છો.
મોડી રાત્રે ફ્રૂટસ ખાવાની આદત પણ છોડી દો. ફળોનું સેવન હંમેશા દિવસમાં કરવું જોઇએ. રાત્રે ફળોનું સેવન પાચન તંત્રની પ્રક્રિયાને ધીમી કરી દે છે.
મોડી રાત સુધી જાગવાની આદતથી, ઊંઘની પેર્ટનને ખલેલ પહોંચે છે. જે હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. વેઇટ લોસ માટે નિયમિત 6થી7 કલાકની ગાઢ નિંદ્રા જરૂરી છે.
મોડી રાત્રે હાઇ કેલેરીયુક્ત અને વસાયુક્ત ફૂડ લેવાનું અવોઇડ કરો. તળેલી અને સ્પાઇસી ચીજ લેવાનું ટાળો ડિનરમાં હળવો અને સુપાચ્ય ખોરાક જ પસંદ કરો.
જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો સાંજના ડિનરનો સમય પણ 7થી 7:30 વચ્ચે ફિક્સ કરો. મોડી રાત્રે ડિનર આપની વેઇટ લોસની પ્રોસેસને ખલેલ પહોંચાડે છે.