વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી, ખાઓ આ 5 રોસ્ટેડ ટેસ્ટી સ્નેક્સ, વેઇટ નહિ વધે
વજન ઘટાડવા માટે ડાયટિંગ કરવું સારી વાત છે પરંતુ તેના માટે બિલકુલ ભૂખ્યા રહેવું પણ જરૂરી નથી. ભૂખ લાગતા આપણું ધ્યાન જંક અને પેકેડ ફૂડ પર વધુ જાય છે. તેના બદલે આપ હેલ્ધી રોસ્ટેડ નાસ્તાને ડાયટમાં સામેલ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોસ્ટેડ બદામ પણ આપને ડાયટિંગમાં મદદ કરશે. બદામ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઇબર મળે છે. હેલ્ધી સ્નેકસના વિકલ્પ માટે આ બદામ બેસ્ટ ઓપ્શન છે. બદામ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
ડાયટિંગ દરમિયાન મખાના બેસ્ટ ઓપ્શન છે. આપ દેશી ઘીમાં રોસ્ટેડ મખાના લઇ શકો છો. મખાનામાં સોડિયમની માત્રા વધુ હોય છે. તે ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ મખાનામાં ઓછો હોય છે. મખાનામાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા વધુ હોય છે, ભૂખ લાગે ત્યારે આપ મખાના ખાઇ શકો છો.
આપને ડાયટિંગ દરમિયાન હેલ્ઘી અને ચટપટા ખાવાનું મન થાય તો આપ રોસ્ટેડ મટર પણ ખાઇ શકો છો. મટરમાં અનેક વિટામિન હોવાથી આપ ડાયટિંગમાં તેને ખાઇ શકો છો.આપ સાંજની કોફી સાથે પણ મશાલા મટર ખાઇ શકો છો.
ચણાને વજન ઘટાડવાતા સ્નેક્સમાં સૌથી વધુ પસંદ કરાઇ છે. ચણામાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જેમાં વજન ઘટાડવામાં મદદ મળે છે. શેકેલા ચણા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
પોપકોર્ન પણ વેઇટ લોસમાં મદદ કરે છે.પોપકોર્નમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે. આપને વેઇટ લોસ પોપકોર્ન ખાવા જોઇએ,. તેનાથી ભૂખ શાંત થાય છે.
ડાયટિંગ દરમિયાન હેલ્ધી સ્નેક્સ પણ સારો ઓપ્શન છે. આપ આપની પસંદના કોણ પણ સીડસ ખાઇ શકો છો. આપ સુરજમુખી, દૂધી,અલસીના બીજ શેકીને જારમાં ભરી શકો છો. તેનાથી વજન કન્ટ્રોલમાં રહે છે.