Diabetes Tips: કઇ ઉંમરમાં ડાયાબિટીસ હોય છે સૌથી વધુ ખતરનાક, જાણો બચવાની ખાસ ટિપ્સ
Diabetes Risk: ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો આ રોગથી પ્રભાવિત છે. યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રોનિક બીમારી થવાના કારણે ડાયાબિટીસ અનેક રોગોનું જોખમ વધારી શકે છે. બદલાતી જીવનશૈલીના કારણે આજે મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. યુવાનોમાં પણ આ રોગ ધીમે ધીમે વધી રહ્યો છે.
બ્રિટનના ડાયાબેટીક સંસ્થા અનુસાર, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ડાયાબિટીસના કેસમાં 23 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ નહીં ભારતમાં પણ છે.
આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ નહીં ભારતમાં પણ છે. અહીં પણ 30-40 વર્ષની વયના લોકોમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. ચાલો જાણીએ કે કઈ ઉંમરે ડાયાબિટીસનો ખતરો સૌથી વધુ હોય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ.
એક રિપોર્ટ અનુસાર ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 45 વર્ષની ઉંમર પછી સૌથી વધુ વધી જાય છે. આ પ્રકારની ડાયાબિટીસની બીમારી અમેરિકામાં 14 ટકા લોકોમાં જોવા મળી છે. આ તમામની ઉંમર 45 થી 64 વર્ષની વચ્ચે છે.
આ સંખ્યા 18 થી 44 વર્ષની વયના લોકો કરતા લગભગ 5 ગણી વધારે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. ટાઇપ 2 ડાયાબિટીસ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે.
સૌ પ્રથમ તમારી લાઇફસ્ટાઇલમાં સુધારો કરો. વધુ પડતું ગળ્યું ના ખાવ. શક્ય હોય ત્યાં સુધી ઓઇલી વસ્તુઓથી દૂર રહો. લીલા શાકભાજી ખાવ અને જંક ફૂડ, આલ્કોહોલ અને સિગારેટથી દૂર રહો.