Uorfi Javed Pics: ઉર્ફી જાવેદનો અનોખો લૂક, પિંક ડ્રેસમાં નીકળી ત્યારે યુઝર્સે કહ્યું, નોર્મલ કપડાં....
Uorfi Javed Pics: અભિનેત્રી ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેમાં અભિનેત્રી એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી અને તેનો લુક જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્ફી જાવેદ, જે તેના વિચિત્ર લુક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, તે હાલમાં જ એક દેશી લુકમાં જોવા મળી હતી, ખરેખર, અભિનેત્રીને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પાપારાઝી દ્વારા જોવામાં આવી હતી. જ્યાં તે સૂટ પહેરેલી જોવા મળી હતી.
ઉર્ફી જાવેદની આ તસવીરો બાંદ્રાની છે. જ્યાં સોમવારે સાંજે પાપારાઝીઓએ અભિનેત્રીને પોતાના કેમેરામાં કેદ કરી હતી.
આ તસવીરોમાં ઉર્ફી વિદેશી નહીં પરંતુ ભારતીય લુકમાં જોવા મળી હતી, તેણે પિંક કલરના મેચિંગ ચિકંકરી સૂટ પહેર્યા છે.
ઉર્ફીએ ખુલ્લા સીધા વાળ, ગ્લોસી મેકઅપ અને સૂટ સાથે મેચિંગ દુપટ્ટા સાથે તેનો લુક કમ્પિલિટ કર્યો હતો.
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેને જોઈને યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા.
આ સિવાય ઘણા લોકો એક્ટ્રેસના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. અભિનેત્રીના ફોટા પર થોડા જ સમયમાં હજારો લાઈક્સ અને કમેન્ટ આવી છે.
તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. હવે તેણે 'ફોલો કર લો યાર' દ્વારા OTTમાં પણ પ્રવેશ કર્યો છે.