શરીરમાં ઝીંકની ઉણપ થવાના કારણે આ લક્ષણો દેખાય છે,ઓળખીને આ રીતે કરો સારવાર
આજકાલ લોકો તેમની વ્યસ્ત જીવનશૈલીને કારણે તેમના આહારની યોગ્ય કાળજી લેતા નથી. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ખાવાથી શરીરમાં ઝિંકની કમી થવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીરમાં ઝિંકની ઉણપને કારણે શરીર પર ઘણા લક્ષણો જોવા મળે છે. આજે આપણે શરીરમાં ઝિંકની ઉણપ હોય ત્યારે શરીર પર દેખાતા સંકેતો વિશે વિગતવાર વાત કરીશું.
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઝિંક ખૂબ જ જરૂરી છે. તેની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારના ઈન્ફેક્શન થાય છે. જેમ કે શરદી, ઉધરસ, કાનમાં ઇન્ફેક્શન વગેરે.
જો શરીરમાં ઝિંકની ઉણપ હોય તો કોઈપણ પ્રકારના ઘાને રૂઝાવવામાં તકલીફ પડે છે. તેની ઉણપને કારણે ઘા પર ઝડપથી રૂઝ આવતી નથી.
ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે ઝિંક ખૂબ જ જરૂરી છે. શરીરમાં તેની ઉણપને કારણે વાળ ખરવા, ત્વચા શુષ્ક, ખીલ અને ઘા જેવા ગંભીર લક્ષણો દેખાય છે.