Summer fashion: ઓફિસ લુક માટે ટ્રાય કરો આ સમર ફેશન સ્ટાઇલ, દેખાશો સ્ટાઇલિશ, જુઓ તસવીરો
જો આપ પણ ઓફિસ ગોઈંગ લેડી છો, તો ઉનાળામાં તમારે ફેશન સ્ટાઈલ પ્રમાણે કંઈક આવું પસંદ કરવું જોઇએ, જે કમ્ફર્ટ હોવાની સાથે સ્ટાઇલિશ લૂક આપે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં સ્ટાઇલની સાથે કમ્ફર્ટ રહેવું કેવી રીતે એક સવાલ થયા છે. ઓફિસ જવાનું હોય તો આ મુંઝવણ વધી જાય છે. દરરોજ સ્ટાઇલિશ અને કમ્ફર્ટ રહેવા માટે શું પહેરવું તે સમજાતું નથી. રોજ અલગ-અલગ કપડાં પહેરીને ઓફિસ જવાની ઈચ્છા થાય છે અને ગરમીને કારણે કમ્ફર્ટ નથી લાગતું. આ સ્થિતિમાં સ્ટાઇલ અને કમ્ફર્ટ જળવાઇ રહે. તે માટે કેવા આઉટફિટ કેરી કરી શકાય જાણીએ.
ગરમીમાં ઓફિસ લૂક માટે ખાદી, લિનેન, કોટનનું ફેબ્રિક પસંદ કરી શકો છો. જે સ્ટાઇલિશ લૂકની સાથે કમ્ફર્ટ પણ લાગશે.આ ફેબ્રિક ગરમીમાં થતાં પરસેવાની શોષી લે છે. ઓફિસ માટે સમરમાં ખાદી. કોટનની કૂર્તી લેગિગ્સ બેસ્ટ ઓપ્ટશ છે. તેને આપ જિન્સ સાથે પણ કેરી કરી શકો છો.
ઇન્ડિયનમાં શું કરશો પસંદ:ગરમીના દિવસોમાં ઓફિસ લૂક માટે ઇન્ડિયન વેર પસંદ કરવા ઇચ્છો છો. તો પેસ્ટલ રંગના સૂટસને પસંદ કરો. આપ પોલ્કા ડોટ કોમ અથવા બ્લોક પ્રિન્ટનો લોન્ગ કૂરતો પણ કેરી કરી શકો છો. તે આપને ફોર્મલ લૂક આપશે.ઉપરાંત હેન્ડલૂમ પ્રિન્ટ પણ ગરમીમાં ફોર્મલ લૂક આપશે. સાડીની વાત કરીએ તો સમરમાં કોટન સાડી બેસ્ટ ઓપ્શન છે.
ફિટિંગમાં શું કરશો પસંદ:આપને એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, ઓફિસ માટેના આઉટફિટ વધુ ટાઇટ કે વધુ લૂઝ ન હોય. તેનાથી આપ અસહજ ફીલ કરી શકો છો. આપ સલવાર કુરતા તેમજ વ્હાઇટ શર્ટ સાથે બ્લેક પેન્ટ કે શર્ટ સાથે ક્લૂટોઝ પેર કરી શકો છો.
લૂક કેવું પસંદ કરશો:જો આપ બિઝનેસ વૂમન હો તો આપને મીટિંગ એટેન્ડ કરવી પડતી હોય છે. મોટાભાગે કોર્પોરેટ હાઉસ હવે ફોર્મલ ડ્રેસ કોડ ફોલો કરી શકે છે. તો આપ આપના માટે સમર બ્લેઝર ખરીદી શકે છે. જે જોવામાં સ્ટાઇલિશ અને કમ્ફર્ટ પણ લૂક આપે છે.
શુઝ કેવા પસંદ કરશો: જિન્સ રેટ સાથે આપ કેન્વાસની મોજડી, બેલી, કોટનના શુઝ અથવા જો આરામદાયક ચપ્પલ, સેન્ડલ પસંદ કરી શકો છો.