Fashion Tips: ન્યૂ ઇયર પાર્ટી માટે પરફેક્ટ આઉટફિટની શોધમાં છો તો સૌથી બેસ્ટ છે આ ઓપ્શન, આપશે આકર્ષક લૂક
નવું વર્ષના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ન્યૂ ઇયર પાર્ટીમાં પાર્ટીમાં જવા માટે આ પરફેક્ટ આઉટફિટ પ્રીફર કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે નવા વર્ષની પાર્ટી માટે જાહ્નવી કપૂરના સિંગલ શોલ્ડર ડ્રેસને પણ કોપી કરી શકો છો. આપ હાફ પોનીટેઇલ સાથે ન્યૂડ મેકઅપ પ્રીફર કરો. જે ક્લાસી લૂક આપશે
image આ પ્રકારનો શોર્ટ શીમરી ડ્રેસ પણ નવા વર્ષની પાર્ટી માટે યોગ્ય પસંદગી છે. તમે ન્યૂડ મેકઅપથી તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો. આવા ડ્રેસ તમને માર્કેટમાં 1 હજારથી 1500 રૂપિયાના બજેટ સુધી મળી શકે છે.
સારા ખાનનો આ લુક નવા વર્ષની પાર્ટી માટે પણ પરફેક્ટ છે.જો કે આ થોડો કોમન લૂક છે, જો કે ઇન ટ્રેન્ડ છે. ન્યુ ઇયર માટે આ બેસ્ટ ઓપ્શન છે.
હાઈ વેઈસ્ટ બોટમ પેન્ટનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે, તમે નવા વર્ષની પાર્ટી માટે આલિયા ભટ્ટનો આ લૂક કોપી કરી શકો છો. જો હવામાન ઠંડુ હોય, તો તમે કોઈપણ વી-નેક વૂલન ટોપ પહેરી શકો છો.
અભિનેત્રી ભૂમિ પેડનેકરનું આ બ્લેક લેસ ટોપ અને પ્લીટેડ સ્કર્ટ જૂનું થઈ ગયું છે, પરંતુ હજુ પણ ફેશનમાં છે. આ રીતે પણ તમે નવા વર્ષ પર કંઈક પહેરી શકો છો.
જો આપ ન્યૂઇયર પાર્ટીમાં ઇન્ડિયન લૂક ઇચ્છો છો તો હંસિકા મોટવાણીનો ડ્રેસ પરફેક્ટ છે. આ ડ્રેસ ખૂબ જ આરામદાયક છે અને તમને ભારતીય વાઈબ્સ આપશે. જો તમે ઇચ્છો તો તેની સાથે હીલ્સ અથવા બૂટ કેરી કરી શકો છો.
આલિયા ભટ્ટની જેમ, તમે પણ નવા વર્ષની પાર્ટી માટે મોટા બ્લેઝર અને રિપ્ડ જીન્સ પસંદ કરી શકો છો. તે ફંકી તેમજ ક્લાસી લૂક આપશે.