Health Tips : શું તમે મેદસ્વીતાથી ચિંતિત છો? તો આ પાંચ વસ્તુને ડાયટમાંથી દૂર કરો, થશે ફાયદો
હેલ્થ:સામાન્ય રીતે લાખો કોશિશ બાદ શરીરનું વજન નથી ઉતરતું, લાખ પ્રયત્ન છતાં વજન ન ઉતરતું હોય તો ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. ફૂડથી મળતું કાર્બોહાઇડ્રેટ બોડીનું વજન ઝડપથી વધારે છે. આ એક્સ્ટ્રા કેલેરીને બર્ન કરવી સહેલી નથી હોતી. તો જાણીએ વજન ઉતારવા ઇચ્છુક વ્યક્તિએ કઇ વસ્તુથી દૂર રહેવું જોઇએ,.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબટાટા: લીલા શાકભાજી સાથે મોટાભાગે બટાટાને મિકસ કરવાનું લોકો પસંદ કરે છે. દરેક મિક્સ સબ્જીમાં આપણે બટાટા યુઝ કરીએ છીએ. બટાટામાં કાર્બોહાઇડ્રેટ હોવાથી વજન ઝડપથી વધે છે
ભાત: આમ તો ચોખા ગૂડ ફેટનો સ્ત્રોત છે. જો કે એક કપ ચોખામાં 200 કેલેરીની સાથે કાર્બોહાઇડ્રેટ પણ હોય છે. જે વધતા વજન માટે જવાબદાર છે.
સ્વીટ કોર્ન: ફૂડ કોર્ન પર આપે અનેક વખત લોકોને સ્વીટ કોર્નની લિજ્જત માણતા જોયા હશે. જો કે સ્વીટ કોર્નમાં સ્ટાર્ચ હોય છે. જે ઝડપથી વજન વધારે છે.
ડેરી પ્રોડક્ટ: જો આપ ઝડપથી વજન ઉતારવા માંગતો હો તો દૂધ, પનીર સહિતના ડેરી પ્રોડક્ટને અવોઇડ કરો. ડેરી પ્રોડક્ટ પણ વજન વધારે છે.
બીન્સ: ઘરમાં બનતી બીન્સની સબ્જી આપણે ખૂબ લિજ્જતથી માણીએ છીએ. પરંતુ શું આપ જાણો છો એક કપ બીન્સમાં 227 કેલેરી હોય છે. તેથી જો વજન ઉતારવાના મિશન પર હો તો બીન્સને પણ ડાયટમાંથી દૂર કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -