Food Allergy: શું આપના બાળકને આ પ્રકારના ફૂડ ખાધા બાદ થાય આ સમસ્યા તો કરો ઉપાય
Food Allergy:6 મહિના પછી બાળકમાં ઘન ખોરાક શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘણા બાળકોને અમુક ખાદ્ય પદાર્થોથી એલર્જી થઈ જાય છે. બાળકોને ઝાડા, ચામડી પર ફોલ્લીઓ અથવા અન્ય લક્ષણોનો અનુભવ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાળકો 6 થી 12 મહિનાની ઉંમરના હોય, જેમને ડોકટરો નક્કર ખોરાક આપવાની ભલામણ કરે છે, આવા બાળકોને કેટલીક ખાદ્ય ચીજોની એલર્જી હોય છે. કેટલાક બાળકોમાં એલર્જીની સમસ્યા 3 વર્ષ સુધી રહી શકે છે.
મોટાભાગના બાળકોને મગફળી, માછલી, ઈંડા, ઘઉં, બદામ, કાજુ, સોયા દૂધ, સોયાબીન, તલ જેવી વસ્તુઓથી એલર્જી હોઈ શકે છે.
બાળકોમાં ખોરાકની એલર્જીના લક્ષણોમાં બાળકોમાં ઉલ્ટી અને ઝાડા,પેટમાં ખેંચાણ અને દુખાવો,ત્વચા પર ફોલ્લીઓ,હાંફ ચઢવો,પેટમાં વધુ પડતો ગેસ,મોઢામાં સોજો,મોઢાની આસપાસ ખંજવાળ અને ફોલ્લીઓ થવી, બાળકને સતત છીંક આવવી, હોઠ પાસે સોજો, જેવી સમસ્યા જોવા મળે છે.
જો બાળકને આવી એલર્જી ફૂડ લીધા બાદ થાય તો તેને 72 કલાક સુધી બાળકને ખાવા માટે કોઈ નવી વસ્તુ ન આપો. માત્ર માતાના દૂધ પર જ રાખો, તેનાથી સ્થિતિમાં ઝડપથી સુધાર આવશે