Sugar craving: ભૂખ વિના આપને ગળ્યું ખાવાની ઇચ્છા થાય તો આ હેલ્થી ફૂડને કરો પસંદ, થશે આ ફાયદા
Sugar craving: ગળ્યું ખાવાના કેટલાક લોકો ખૂબ જ શોખીન હોય છે. જો કે ડાયાબિટીસના ડરના કારણે વધુ સ્વીટ વસ્તુને અવાઇડ કરવી પડે છે. ભૂખ ન હોય પરંતુ સ્વીટ ખાવાની ઇચ્છા થવી તેને શુગર ક્રેવિંગ કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખજૂર ન્યૂટ્રિશનલ વેલ્યુથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયરન વગેરે હોય છે. જે સ્વાસ્થ્ય માટે હિતકારી છે. આપ તેનું સેવન કરી શકો છો..
ગ્રીક યોગર્ટ પણ આપ લઇ શકો છો. તે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે.તેના કોઇ નુકસાન નથી.
જો ગળ્યું ખાવાનું મન થતું રહેતું હોય તો વિવિધ પ્રકારી બેરીજ ઘરમાં રાખો. તે તમારા શરીરને એન્ટી ઓક્સિડેન્ટ, વિમામિન્સ, મિનરલ્સની પૂર્તિ કરશે.
સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં મોજૂદ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ફાયદાકારક છે. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયામાં થયેલા સ્ટડી મુજબ જો લોકો થોડા થોડા સમયના અંતરે ડાર્ડ ચોકલેટ ખાય છે. તેમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.
પિસ્તામાં રહેલું હાઈ પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ચીઝને પણ આપ ડાયટમાં સામેલ કરી શકો છો. ચીઝમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ગૂડ ફેટ, સોડિયમ, કેલ્શિયમ વગેરે હોય છે. જે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.