Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Independence Day 2022: ત્રિરંગા કલરના આ 5 ભોજનની ડિશ તમે પણ ઘરે બનાવી શકો છો....
ત્રિરંગા ઢોકળાઃ અત્યાર સુધીનો સૌથી સ્વાદિષ્ટ નાસ્તો ગુજરાતના ઢોકળા છે. આ સ્વતંત્રતા દિવસે તમે ત્રિરંગા ઢોકળા અજમાવી શકો છો. કેસરી રંગ માટે ગાજરનો રસ, સામાન્ય સફેદ રંગ માટે નિયમિત રવો અને લીલા રંગ માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરી શકાય છે. (Photo - ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રિરંગી બિરયાનીઃ બિરયાની આપણામાંના ઘણા લોકો માટે ચોક્કસપણે પ્રિય ખોરાક છે અને જ્યારે પણ આપણે નામ સાંભળ્યું ત્યારે જ અમને તેને ખવાની ઈચ્છા થઈ જાય છે. ત્રિરંગી બિરયાની માટે, લીલો રંગ મેળવવા માટે પાલક, કેસર માટે ટામેટાની પ્યુરી અને સફેદ માટે કુટીર ચીઝ ક્યુબ્સ અથવા ટોફુ ઉમેરવાનું રહેશે..(Photo - ANI)
ત્રિ-રંગી સેન્ડવીચઃ સરળ અને સ્વાદિષ્ટ નાસ્તા માટે ત્રિ-રંગી સેન્ડવિચ બનાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શકાય છે. સેન્ડવીચ માટેની રેસીપી સમાન છે, જો કે, નારંગી લેયર માટે, તમારે ગાજર, મેયોનેઝ અને મીઠું મિક્સ કરવું પડશે. ગ્રીન લેયર માટે કોટેજ ચીઝ, લીલી ચટણી અને મીઠું મિક્સ કરવાનું રહેશે.(Photo - ANI)
ત્રિ-રંગી ઈડલીઃ સમગ્ર ભારતમાં લોકો દક્ષિણ ભારતીય ખોરાકને પસંદ કરે છે કારણ કે તે હળવો અને આરોગ્યપ્રદ છે. તેથી, અહીં એક સરળ ઇડલી રેસીપી છે જેમાં સિંગલ ઇડલીમાં ત્રણેય ધ્વજ રંગોનો સમાવેશ થાય છે. કેસરી રંગ માટે, તમે ગાજરની પ્યુરીનો ઉપયોગ કરી શકો છો, સફેદ માટે નિયમિત ઇડલીનો લોટ અને લીલા માટે પાલકની પ્યુરીનો ઉપયોગ કરી શકો છો. (Photo - ANI)
ત્રિરંગી સલાડઃ જે લોકો ડાયઈટિંગ પર છે અને તેમની ફિટનેસના કારણે બિરયાની અને ઢોકળા નથી ખાઈ શકતા તેઓ ત્રિરંગા સલાડને અજમાવી શકે છે. તમે કેસરી રંગ માટે ગાજર, સફેદ માટે બેબી કોર્ન અને લીલા માટે બ્રોકોલીનો ઉપયોગ કરી શકો છો. (Photo - ANI)