Dubai Tour: દુબઇ પ્રવાસ માટે આઇઆરટીસીએ શરૂ કર્યું સ્પેશિયલ પેકેજ, માત્ર આટલા બજેટમાં હોટેલ, ટિકિટ સહિતની સુવિધા
Dubai Tour: શું આપ પરિવાર કે મિત્રો સાથે દુબઈ ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષે લાખો ભારતીય પ્રવાસીઓ દુબઈની મુલાકાતે આવે છે. જો તમે પણ નવા વર્ષ નિમિત્તે દુબઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ભારતીય રેલ્વે તમારા માટે એક સુવર્ણ તક લઈને આવ્યું છે.
આ પેકેજનું નામ છે. Dazzling Dubai International Tour Ex Mumbai. જેમ કે નામ જ સૂચવે છે, આ પેકેજ દ્વારા તમને મુંબઈથી દુબઈ અને અબુ ધાબીની મુસાફરી કરવાની તક મળી રહી છે.
આ પેકેજમાં તમને મુંબઈથી અબુ ધાબીની ફ્લાઈટ ટિકિટની સુવિધા મળશે. તમને દુબઈની 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે.
આ પેકેજમાં તમને દરરોજ નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળશે. આ સંપૂર્ણ પેકેજ 5 દિવસ અને 4 રાત માટે છે.
જો તમે દુબઈના પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે વ્યક્તિ દીઠ રૂ. 11,900, બે લોકો માટે રૂ. 92,900 અને ત્રણ લોકો માટે રૂ. 90,200 પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.