Alum Benefits: ફટકડીનો અનેક રીતે ઉપયોગ એક નહિ આ સાત સમસ્યામાં છે રામબાણ ઇલાજ
ફટકડીના ફાયદા એક નહિ અનેક છે. મોટેભાગે તેનો ઉપયોગ ચહેરાના મસાજ માટે થાય છે અથવા જ્યારે શરીરમાં કોઇ નાની ઇજા પહોંચી હોય કાપો થઇ ગયો હોય ત્યારે પણ તેનો ઉપયોગ થાય છે. લોકો પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાંતના દુખાવામાં પણ ફટકડીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો દાંતમાં દુખાવો થતો હોય તો ફટકડીને પીસીને તેમાં કાળા મરીનો પાઉડર નાખી દાંત પર લગાવો, તેનાથી દાંતના દુખાવામાં આરામ મળશે. તે પેઢાના દુખાવામાં પણ ફાયદાકારક છે.
જો કોઈ વ્યક્તિ અસ્થમાથી પીડિત હોય અને વારંવાર ઉધરસ થતી હોય તો ફટકડીને પીસીને તેમાં મધ ઉમેરો. ફટકડીને મધમાં મેળવીને ચાટવાથી ઉધરસ બંધ થાય છે. તેનાથી દર્દીને રાહત મળશે.
આપની એડીમાં ક્રેક પડી રહી છે તો ફટકડી તમને ઘણી રાહત આપશે. એક ખાલી કપમાં ફટકડીને એટલી ગરમ કરો કે તે પીગળીને ફીણ બની જાય છે, પછી જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તે ફીણને ક્રેકમાં ભરી દો તરત જ રાહત મળશે.
જો તમે તમારા ચહેરા પર ખીલથી પરેશાન છો, તો ફટકડીનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ફટકડીને પાણીમાં પલાળીને પિમ્પલ્સ પર લગાવવાથી ફાયદો થશે.
ઘણીવાર તમે જોયું હશે કે નાઈ શેવ કર્યા પછી ચહેરા પર ફટકડી લગાવે છે. આમ કરવાથી ચહેરા પરના કટમાંથી નીકળતું લોહી બંધ થઈ જાય છે. ફટકડી રક્તસ્રાવ રોકવામાં ખૂબ જ મદદરૂપ છે.