કરીના કપૂરના ચહેરા પરના નેચરલ રેડિયન્ટ ગ્લોનું રાજ છે આ એક ચીજ, રોજ લગાવે છે ચહેરા પર
કરીના કપૂરના ચહરા પર હંમેશા એક કુદરતી ગુલાબી ગ્લો રહે છે. કરીના 41 વર્ષની છે અને હવે બે સંતાનની માતા પણ છે તેમ છતાં પણ તેના ચહેરાના ગ્લોમાં જરાય કમી નથી આવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશું આપ જાણો છો કે કોરોનાના રેડિયન્ટ ગ્લોનું રાઝ શું છે? કરીનાએ એક લીડિંગ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે આરામનો મૂડ હોય છે ત્યારે ત અવશ્ય બદામના તેલથી ત્વચાને મસાજ કરે છે
બદામ તેલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર છે. તેથી તે ચહેરા પર કસાવટ બનાવી રાખે છે. બદામ તેલમા વિટામિન ઇ હોય છે. જે કોશિકાને રિગ્રોથ કરે છે. જે ત્વચાની ઇલાસ્ટિસિટી પણ વધારે છે. તેથી કરીના નિયમિત ચહેરા પર બદામનું તેલ લગાવે છે.
કરીનાના મત મુજબ દહી સાથે બદામનું તેલ લગાવવાથી સ્કિન પર નિખાર આવવાની સાથે સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.
બ્યુટી એક્સપર્ટ દુષ્યંત કુમાર કહે છે કે, ત્વચા પર મસાજ કરવા માટે બદામના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત, તેનો ક્લિન્ઝર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તે આપની ત્વચાને મેકઅપથી થતાં નુકસાનથી બચાવે છે. બદામનું તેલ તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ છે, તે હળવું છે અને હાઇપોએલર્જિક છે. તેથી આપ મેકઅપ રિમૂવર તરીકે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.
કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂરની સ્કિન કેર નુસખાને ફોલો કરે છે. તે કરિશ્મા પાસેથી ત્વચા પર બદામનું તેલ મિશ્રિત દહીં લગાવવાની રેસીપી શીખી હતી. કરીનાના કહેવા પ્રમાણે, 'મારો પરિવાર, ખાસ કરીને મારી બહેન કરિશ્માને બદામનું તેલ અને દહીં મિક્સ કરીને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવવાનું પસંદ છે.