Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Gardening Tips: મની પ્લાન્ટને તરોતાજા અને લીલોછમ રાખવા માટે આ સરળ ટિપ્સ કરો ફોલો
આજકાલ દરેક વ્યક્તિના ઘરમાં મની પ્લાન્ટ હોય છે પરંતુ તેને લીલો કેવી રીતે રાખવો તે તેઓ જાણતા નથી. જેના માટે નીચે કેટલીક સરળ ટિપ્સ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમની પ્લાન્ટ એક એવો છોડ છે જે સરળતાથી ઉગે છે અને ઘરની અંદરની સજાવટ માટે પણ ઉત્તમ છે. પરંતુ ક્યારેક એવું બને છે કે મની પ્લાન્ટ વધતો અટકી જાય છે.
મની પ્લાન્ટને સારી લાઇટિંગની જરૂર છે. જો તેને પૂરતો પ્રકાશ ન મળે, તો તે વધતો અટકશે. તેને વધારે પાણી ન આપવું જોઈએ. આનાથી તેના મૂળમાં સડો થઈ શકે છે અને છોડ મરી શકે છે.
મની પ્લાન્ટને નિયમિત ખાતર આપવું જ પડે છે. આનાથી છોડને જરૂરી પોષક તત્વો મળે છે અને છોડ હર્યો ભર્યો રહે છે. પાણીના બદલે તેમાં બરફના ટૂકડા નાખવાથી તે વધુ સારી રીતે વિકસિત થાય છે.
આ છોડને વધુ તાપ આવે તેવી જગ્યાએ ન રાખો. સીધો તડકો તેના પર આવવવાથી તે સુકાઇ જાય છે.
દર મહિને છોડને ફળદ્રુપતા મળી રહે તેનું ધ્યાનમાં રાખો. આ માટે આપ બજારમાંથી મની પ્લાન્ટ માટે ખાસ ખાતર ખરીદી શકો છો.
છોડને સમયાંતરે ટ્રિમ કરો. જે નવા પાંદડા અને શાખાઓના વિકાસને પ્રોત્સાહન આપશે. છોડને સમયાંતરે નવા મોટા પોટમાં રોપવો. જે છોડને ઉગાડવા માટે પૂરતી જગ્યા આપશે.