Mosquito Coil: મચ્છર મારવાની કોઈલનો ઉપયોગ કરતા હો તો થઈ જાવ એલર્ટ, અનેક બીમારીનું બની શકે છે કારણ
ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકો મચ્છરોથી પોતાને બચાવવા માટે તેમના પલંગની નીચે કોઇલ સળગાવી દે છે. આમ કરવું એ પોતાનો જીવ લેવા બરાબર છે. વાસ્તવમાં, કોઇલમાંથી નીકળતો ધુમાડો સીધો વ્યક્તિના શરીરમાં જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગંભીર સંજોગોમાં હાર્ટ એટેક પણ આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણા અભ્યાસોમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે મચ્છર કોઇલને સતત સળગાવવાથી ઘરની અંદરનું વાતાવરણ પ્રદૂષિત થાય છે. મચ્છર કોઇલના સતત સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સરનું જોખમ વધી જાય છે.
મચ્છરની કોઇલમાંથી નીકળતા ધુમાડાના સંપર્કમાં આવવાથી આંખોમાં બળતરા અને માથાનો દુખાવો થાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના ધુમાડાના સીધા સંપર્કમાં ક્યારેય આવવું જોઈએ નહીં અને તેનાથી ચોક્કસ અંતર જાળવવું જોઈએ.
જો ઘરમાં નવજાત શિશુ કે 6 વર્ષથી ઓછી ઉંમરનું બાળક હોય તો તેની આસપાસ મચ્છર કોઇલ ન પ્રગટાવવી જોઇએ. તેમાંથી નીકળતો ધુમાડો તેમના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ છે.
તબીબોના મતે મચ્છરોથી બચવા માટે કોઇલ સળગાવવા એ સલામત વિકલ્પ નથી. આનાથી બચવા માટે, વ્યક્તિએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ અથવા અન્ય વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ જે ધુમાડો ન છોડે. પોતાને મચ્છરોથી બચાવવા માટે ફુલ સ્લીવ શર્ટ અને પેન્ટ પહેરવાની સલાહ આપવામાં આવે છે, જે તેમના કરડવાનું જોખમ ઘટાડે છે અને આપણને રોગોથી સુરક્ષિત રાખે છે.