General Knowledge: શું ખરેખર લિપસ્ટિક બનાવવામાં પ્રાણીનું તેલ વપરાય છે? જાણી લો જવાબ
લગભગ તમામ મહિલાઓ મેકઅપ કરતી વખતે ચોક્કસપણે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. બજારમાં સૌથી મોંઘી અને સસ્તી લિપસ્ટિક ઉપલબ્ધ છે. જેને દરેક પ્રકારના લોકો પોતાના બજેટ પ્રમાણે ખરીદી શકે છે. લિપસ્ટિક બનાવવાની પદ્ધતિને લઈને ઘણા લોકોના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિપસ્ટિક બનાવવામાં પ્રાણીઓના તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેવું કેટલાક લોકોનું માનવું છે. શું આ ખરેખર સાચું છે? શું લિપસ્ટિક બનાવવા માટે પશુના તેલનો ઉપયોગ થાય છે? આવો અમે તમને આ સવાલનો જવાબ જણાવીએ.
લિપસ્ટિક બનાવવા માટે પ્રાણીના તેલની વાત કરીએ તો એ વાત સાચી છે કે કેટલીક લિપસ્ટિક બનાવવા માટે માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં શાર્ક લીવર ઓઈલ જેને સ્ક્વેલીન કહેવામાં આવે છે. તો માછલી સ્કેલ જેને ગ્વાનિન કહેવામાં આવે છે. આનો સમાવેશ થાય છે.
આનો ઉપયોગ હોઠમાં ભેજ અને ચમક વધારવા માટે થાય છે. જોકે હવે તેનો ઉપયોગ ઘણો ઓછો થઈ રહ્યો છે. મોટાભાગની લિપસ્ટિક કંપનીઓ છોડ અને શાકભાજીમાંથી મેળવેલા તેલનો ઉપયોગ કરે છે.
જો આપણે ભૂતકાળની વાત કરીએ, તો પહેલા ફક્ત પ્રાણીઓના તેલ જ નહીં પરંતુ તેમના શરીરના અંગોનો પણ લિપસ્ટિક બનાવવા માટે ઉપયોગ થતો હતો. પરંતુ હવે ઘણી બ્રાન્ડ્સ વેગન કોસ્મેટિક્સને પ્રેફર કરવા લાગી છે.
એટલે કે જો જોવામાં આવે તો એ વાત સાચી છે કે લિપસ્ટિક બનાવવામાં પ્રાણીના તેલનો ઉપયોગ થાય છે. પરંતુ હવે તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હવે વધુ બ્રાન્ડ્સ ફક્ત કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને લિપસ્ટિક બનાવે છે.