Love Marriage Moles: મહિલાને શરીરના આ અંગો પર તલ પ્રેમ લગ્નનો આપે છે સંકેત
Love Marriage Moles: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પર રહેલા તલ ઘણા રહસ્યો જાહેર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરીરના અમુક ભાગો પર હાજર તલ જણાવશે કે તેમના લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ.પ્રેમમાં રહેલા લોકો ઈચ્છે છે કે તેમનો પ્રેમી જ તેમનો જીવન સાથી બની જાય અને તેમના લગ્ન પ્રેમ લગ્ન થાય. પરંતુ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, મહિલાના શરીરના અંગો પર હાજર તલ બતાવે છે કે તેણીના પ્રેમ લગ્ન હશે કે અરેન્જ મેરેજ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિષાચાર્ય અનીષ વ્યાસના જણાવ્યા અનુસાર, જે મહિલાઓની જમણી આંખમાં તલ હોય છે તે પુરુષોને આકર્ષિત કરે છે. આ જગ્યા પર આવેલ તલ પ્રેમ લગ્નના સંકેત આપે છે અને આવા લોકોને તેમનો ઇચ્છિત જીવન સાથી મળે છે.
સ્ત્રીના કાન પર હાજર તલ સૂચવે છે કે મહિલા જે પુરુષ સાથે પ્રેમ સંબંધમાં રહે છે તે તેને નિભાવશે પણ. સાથે આવી મહિલાઓ પ્રેમ લગ્નને પણ પરંપરાગત રીતે કરવા ઈચ્છે છે.
જે સ્ત્રીના હોઠ પર તલ હોય તે તે વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેની સાથે તે પ્રેમમાં પડે છે. આવી સ્ત્રી પોતાની સ્માઇલથી કોઇને પણ પ્રભાવિત કરે છે. પરંતુ તેમના માટે પ્રેમ મહત્વપૂર્ણ છે અને તેઓ તેમના જીવનને પ્રેમ માટે સમર્પિત કરે છે.
મહિલાના હાથ અથવા હથેળી પર હાજર તલ વિજાતીય પ્રત્યે આકર્ષિત થવાના સંકેત આપે છે. આવી સ્ત્રીને ફક્ત તેની ઉંમરના અથવા તેનાથી મોટી ઉંમરના છોકરાઓ જ પસંદ આવે છે અને તે તેમની તરફ ઝડપથી આકર્ષિત થાય છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે પરંતુ તેમના લગ્નમાં વિલંબ થાય છે.
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, સ્ત્રીના નાક પર તલ એ સંકેત આપે છે કે તમારા ભાગ્યમાં પ્રેમ લગ્નના યોગ છે. જો નાકની જમણી બાજુ તલ હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે. આવા લોકોને તેમના જીવનસાથી તરફથી પૂરો પ્રેમ અને સહયોગ મળે છે.