Orange Peel Benefits: માત્ર સ્કિન જ નહિ સ્વાસ્થ્ય માટે અતિગુણકારી છે સંતરાની છાલ, ફાયદા જાણી દંગ રહી જશો
Orange Peel Benefits વિટામિન સીથી ભરપૂર નારંગી દરેક વ્યક્તિને પસંદ હોય છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની છાલ પણ ખૂબ જ હેલ્ધી હોય છે. તે ત્વચા સંબંધિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તે પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનારંગીની છાલ હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. તેમાં ફ્લેવોનોઈડ હેસ્પેરીડિન હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ છે. તેનાથી તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.
સંતરાની છાલમાં વિટામિન સી પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે, જે ફેફસાંને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.
નારંગીની છાલ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જે લોકોને અપચો અથવા કબજિયાતની સમસ્યા હોય તેમના માટે આ છાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર પેક્ટીન પેટમાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. પાચન સંબંધી સમસ્યાઓ ઘટાડવા માટે તમે નારંગીની છાલવાળી ચા પી શકો છો.
નારંગીની છાલમાં કેલરી ઓછી હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. જે ભૂખને નિયંત્રિત કરે છે. જો આપ વેઇટ લોસ જર્નિ પર છો તો સંતરાની છાલની ટીનું સેવન કરી શકો છો.
નારંગીની છાલ ડાયાબિટીસના દર્દીઓ માટે જાદુઈ કામ કરે છે. આમાં હાજર પેક્ટીન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
જો આપ બ્યુટી કેર રૂટીનમાં નારંગીની છાલનો સમાવેશ કરી શકો છો. તો આ ટિપ્સ ખીલ, સ્કિન ટેન, ડ્રાય સ્કિન, જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે. તમે આ છાલમાંથી ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો.