સાવધાન ત્વચા પર 21 કલાક અને પ્લાસ્ટિક પર 8 દિવસથી વધુ સમય સુધી જીવિત રહે છે ઓમિક્રોન, બચાવ માટે એક્સ્પર્ટે આપી આ સલાહ
એક અધ્યયનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાર્સ -2 વાયરસમાં ઓમિક્રોન સ્વરૂપ ત્વચા પર 21 કલાક રહે છે. જ્યારે પ્લાસ્ટિક પર 8 દિવસ સુધી જીવત રહે છે. જેના કારણે જ તે વધુ ઝડપથી ફેલાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અધ્યયનને જાપાન સ્થિત ક્યોટો પ્રિફેચરલ યૂનિવર્સિટી ઓફ મિડિસિનના શોધકર્તાએ કર્યું છે. તેમણે સાર્સ-કોવ-2 વાયરસના વુહાનમાં મળેલા સ્વરૂપની અલગ અલગ સપાટી પર જીવિત રહેવાની ક્ષમતાની તુલના અન્ય ગંભીર સ્વરૂપ સાથે કરી. શોધ કરનારે જોયું કે, આલ્ફા,બીટા, ડેલ્ટા અને ઓમીક્રોન સ્વરૂપ વાયરસના વુહાન વેરિયન્ટની તુલનામાં પ્લાસ્ટિક, ત્વચા પર બેગણાથી પણ વધુ ટકી શકે છે.
સંશોધનમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ પ્લાસ્ટિક પર 193.5 કલાક સુધી ટકી રહે છે. 8 દિવસથી વધુ સમય સુધી ચાલે છે.
સંશોધકો માને છે કે લાંબા સમય સુધી સપાટી પર જીવંત રહેવાના કારણે જ તે ઝડપથી ફેલાઇ છે. . રિસર્ચમાં સામે આવ્યું છે કે, વાઈરસ ત્વચા પર લાંબા સમય સુધી સક્રિય હોવાને કારણે ઈન્ફેક્શનનું જોખમ ઘણું વધી ગયું છે, તેથી વારંવાર હાથ ધોવો અને ત્વચાની સ્વચ્છતા પર ધ્યાન આપવું જરૂરી છે.