ઉનાળામાં દહીંને આ રીતે ફ્રીજમાં રાખો, તે ક્યારેય ખાટું નહીં થાય, હંમેશા રહેશે તાજું
કાચના વાસણોનો ઉપયોગ કરો: દહીંને સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણોમાં રાખવાને બદલે કાચ કે સિરામિકના વાસણોમાં રાખો. આના કારણે દહીં ખાટું નહીં થાય અને લાંબા સમય સુધી તાજું રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદહીંના વાસણને ઢાંકીને રાખો: દહીંને રેફ્રિજરેટરમાં ઢાંકીને રાખો. દહીંને ખુલ્લું રાખવાથી દુર્ગંધ આવે છે અને ઝડપથી બગડી જાય છે.
દહીંને વધુ સમય સુધી બહાર ન રાખોઃ બજારમાંથી દહીં લાવ્યા પછી તરત જ તેને કાચના વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખો. દહીંને બહાર રાખવાથી જલ્દી ખાટું થઈ જાય છે.
હવાચુસ્ત વાસણનો ઉપયોગ કરો: દહીંને હવાચુસ્ત વાસણમાં રેફ્રિજરેટરમાં રાખો. આનાથી દહીં તાજું રહેશે અને લાંબા સમય શુધી ફ્રેશ રહશે.
આ સરળ ટીપ્સ અપનાવીને, તમે ઉનાળામાં પણ તમારા દહીંને તાજું અને ખટાશ વગર રાખી શકો છો. દહીંને યોગ્ય રીતે સંગ્રહિત કરવાથી તેનો સ્વાદ તો સારો રહેશે જ સાથે સાથે તેનું પોષણ મૂલ્ય પણ જળવાઈ રહેશે.