દુનિયાની સૌથી ઠંડી વસ્તુ કઇ છે, હાથ લગાવવાથી પણ ડરે છે લોકો?
ઉનાળામાં લોકો ઘણીવાર ઠંડી વસ્તુઓ તરફ આકર્ષાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી ઠંડી વસ્તુ કઈ છે, જેને લોકો સ્પર્શ કરતા પણ ડરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી મુજબ લિક્વિડ નાઈટ્રોજનને ઠંડો પદાર્થ માનવામાં આવે છે. આપણા વાતાવરણમાં નાઈટ્રોજન પુષ્કળ પ્રમાણમાં હોય છે. પૃથ્વીનો લગભગ આઠમો ભાગ નાઇટ્રોજન ગેસનો બનેલો છે. તે રંગહીન અને સ્વાદહીન ગેસ છે.
રસાયણશાસ્ત્રમાં નાઈટ્રોજનનું સિમ્બલ N2 છે. જ્યારે નાઇટ્રોજનનું તાપમાન -195.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે, ત્યારે તે પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.
આપણી પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી કે જ્યાં તાપમાન આટલું ઓછું હોય, નાઈટ્રોજન હંમેશા ઘન સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. તેથી જ તેને કૃત્રિમ રીતે પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે.એક રીતે જોઈએ તો સૂકો બરફ કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે. તેની ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઠંડી હોય છે. સામાન્ય ઘરમાં બનેલા બરફનું તાપમાન માઈનસ 2-3 ડિગ્રી સેલ્સિયસ હોય છે, પરંતુ સૂકા બરફની સપાટીનું તાપમાન માઈનસ 80 ડિગ્રી સુધી હોય છે. જો કે તે સામાન્ય બરફની જેમ ભીનું નથી. તેને સ્પર્શ કરવાની મનાઈ છે.
મળતી માહિતી મુજબ લિક્વિડ નાઈટ્રોજન ડ્રાય આઈસ કરતા વધુ ઠંડુ હોય છે. સામાન્ય રીતે તેનું તાપમાન -346°F અને -320.44°F ની વચ્ચે હોય છે, જે વ્યક્તિ માટે સહન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં તે સૂકા બરફ કરતાં પણ વધુ ખતરનાક બની જાય છે.