Shweta Tiwariએ પોતાના બંને લગ્નના નિર્ણય વિશે આપ્યું મોટું નિવેદન કહ્યું, જિંદગીમાં...
સોની ટીવીની સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં કામ કરી ચૂકેલી શ્વેતા તિવારી ખૂબ જ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે. શ્વેતા તિવારી તેમના કામની સાથે પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. ઇન્ટરવ્યુમાં તેમણે તેમની પર્સનલ લાઇફ વિશે કેટલાક ખુલાસા કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતાએ ઇન્ટરવ્યુમાં તેમના બાળકો વિશે ખુલ્લીને વાત કરી હતી. (Shweta Tiwari) શ્વેતા તિવારીએ કહ્યું કે, ‘આટલી નાની ઉંમરમાં આટલી પરેશાનીનો સામનો કરતા હોવા છતાં પણ તેઓ ક્યારેય નિરાશ નથી થયા. તેમણે હસતાં-હસતાં મુશ્કેલીનો સામનો કર્યો છે. મેં તેમને ક્યારેય ઉદાસ નથી જોયા.
ઇન્ટરવ્યુ દરમિયાન શ્વેતા તિવારીએ કહ્યું કે, ‘મારી દીકરી પલક 6 વર્ષની હતી ત્યારે તેમણે મારા પતિના હાથે મને માર ખાંતા જોઇ છે. પલકે પણ મારી સાથે ઘણું સહન કર્યું છે. મારો દીકરો હજું 4 વર્ષનો છે પરંતુ તેમને અત્યારથી પોલીસ, કોર્ટ, જજ આ બધા જ વિશે માહિતી છે’
ટીવી એક્ટ્રેસ Tv Actress) શ્વેતા તિવારી( Shweta Tiwari)એ કહ્યું કે, ‘ક્યારેક હું તો વિચારૂં છું કે, આ બધું જ મારા બાળકો મારા કારણે સહન કરી રહ્યાં છે. હું બધી જ મુશ્કેલીથી તેમને કેવી રીતે બચાવું. મેં મારી જિંદગીમાં ખોટા માણસને પસંદ કર્યાં તેનું ફળ મારા બાળકો ભોગવી રહ્યાં છે’
શ્વેતાએ તેમની પર્સનલ લાઇફ વિશે વાત કરતા કહ્યું કે,’ આજે તે બઘું જ મારા કારણે સહન કરે છે પરંતુ તેમ છતાં તેમના ચહેરા પર હંમેશા સ્માઇલ રહે છે’
વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત તે ટીવી સિરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’માં જોવા મળી હતી. લોકોએ તેમની ભૂમિકાને ખૂબ પસંદ કરી હતી.