ગરમીમાં તરોતાજા અને હેલ્ધી રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 સમર ફ્રૂટસ, આટલી બીમારીથી રાખશે દૂર
ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. કાળઝાળ ગરમીમાં જાતને તરોતાજા અને કુલ રાખવા માટે સમર ફ્ર્ટસને ડાયટમાં સામેલ કરી શકાય છે. સમર ફ્રૂટસ પાણીથી ભરપૂર હોવાથી તે ડિહાઇડ્રેશનની બચાવે છે. સાથે સાથે ગરમીથી સતાવતા અન્ય રોગોથી પણ રક્ષણ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતરબૂચ:તરબૂચ ઓછી કેલેરીવાળુ મીઠું ફળ છે. જેને સલાડ અને જ્યુસના રૂપે પણ લઇ શકાય છે. તરબૂત એક પરિપૂર્ણ ફ્રૂટ છે. તેમા વિટામીન સી, અમીનો એસિડ, લાઇફોપીન, સોડિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે શરીરને હાઇબ્વડપ્રેશરથી બચાવે છે. તેમાં કેલેરી ઓછી હોવાથી વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે પણ ઉપકારક છે. હાઇબ્લ્ડ પ્રેશનના દર્દી માટે પણ હિતકારી છે. તરબૂચ હાઇબ્લડ પ્રેશનરને નિયંત્રિત કરે છે.
કિવી: એક એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ છે. જે એક નહી અનેક સમસ્યાનું સમાધાન છે. કિવિ આયરનથી ભરપૂર હોવાથી હિમોગ્લોબિનની કમીને પણ દૂર કરે છે. ઇમ્યૂનિટી વધારે છે. સ્કિનને યંગ રાખે છે. હાર્ટ સંબંધિત બીમારીમાં પણ કીવીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. બ્લડપ્રેશરને પણ તે નિયંત્રિત કરે છે.
સ્ટ્રોબેરી:સ્ટ્રોબેરી પણ ગુણોનો ભંડાર છે. સ્ટ્રોબેરીમાં એન્થોસાયનિન(એન્ટીઓક્સિડન્ટ) વિટીમીન સી, પોટેશિયમ અને ઓમેગા-3, ફેટી એસિડ હોય છે. જે હાઇબ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે અને ગરમીમાં આપને કૂલ રાખે છે.
કેળા: કેળુ પોટેશિયમથી ભરપૂર છે. જે પાચનતંત્રના સુધાર માટે પણ ઉપકારક છે. તેમાં વિટામીન સી અને ફાઇબરની ભરપૂર માત્રા હોય છે. કેળું પણ હાઇબ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે. બીપીને નોર્મલ કરવા માટે કેળું એક આદર્શ સમર ફ્રૂટ છે.
કેરી:કેરી સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં પણ તે ઓષધનું કામ કરે છે. કેરીમાં ફાઇબર, બીટા કેરોટીનનો એક મોટો સ્ત્રોત છે. બંને બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદરૂપ છે.