Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરતા હોવ તો સાવધાન, આ અંગોને થઇ રહ્યું છે નુકસાન
અનેક લોકો એવા હોય છે જેમને 8 થી 10 કે ક્યારેક 12 કલાક સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે યોગ્ય રીતે યોગ્ય ખુરશી પર નહીં બેસો તો તમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ખુરશી પર બેસો અને કોઈપણ હલનચલન ન કરો તો તમારા શરીરનો નીચેનો ભાગ વધવા લાગે છે અને અહીં ચરબી જમા થવા લાગે છે.
જ્યારે તમે ખોટી રીતે પોઝિશનમાં ખુરશી પર કલાકો સુધી બેસીને કામ કરો છો તો તે તમારી એકાગ્રતામાં ઘટાડો કરે છે, કારણ કે અસ્વસ્થતાપૂર્વક તમે બેસો છો તો વ્યક્તિનું ધ્યાન વારંવાર એક જ જગ્યાએ જાય છે તેથી તમારે પીઠ અને હાથનો ટેકો યોગ્ય રીતને આપીને બેસવું જોઈએ.
જે લોકો ખુરશી પર બેસીને કોમ્પ્યુટર પર કામ કરે છે અને કીબોર્ડ પર સતત આંગળીઓ ફેરવે છે તેમને હાથ અને ખભામાં દુખાવો થવા લાગે છે.
કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી રક્ત પરિભ્રમણને પણ અસર થાય છે. ખાસ કરીને ખુરશી પર બેસીને કામ કરતી વખતે ખભા, પેટ અને કમરમાં બ્લડ ફ્લો યોગ્ય રીતે થતો નથી, જેના કારણે શરીરમાં કળતર થવા જેવી સામાન્ય સમસ્યાઓ થાય છે.
જો તમારી ખુરશી પર તમને બેક સપોર્ટ નહી મળે તો તમે સપોર્ટ વિના જ બેસી રહો છો જેનાથી કમરમાં દર્દ થવા લાગે છે.