Summer Destination: ગરમીમાં આ સુંદર હીલ સ્ટેશન પર પરિવાર સાથે જવાનો બનાવો પ્લાન, આકરા તાપથી મળશે રાહત
Summer Destination: હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ અને કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે. હિમાચલ અને ઉત્તરાખંડ સિવાય જમ્મુ અને કાશ્મીરને પણ ઉનાળામાં ફરવા માટેના સ્થળોમાં સામેલ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ વગેરેને કવર કર્યું હોય અથવા કોઈ શાંત જગ્યાએ જવા માંગતા હો, તો તમે શ્રીનગરની નજીક સ્થિત કોકરનાગ માટે પ્લાન કરી શકો છો.
કોકરનાગ શહેર સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. કોકરનાગ વોટરફોલ્સ શ્રીનગરથી લગભગ 80 કિલોમીટરના અંતરે સ્થિત છે.
કોકરનાગ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું છે. જ્યાં તમે તમારા વીકએન્ડને ખાસ બનાવી શકો છો. કોકરનાગ એક અનોખું સ્થળ છે, જેના કારણે તેની સુંદરતા આજે પણ અકબંધ છે.
અહીંનું શાંત અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આ જગ્યાને વધુ ખાસ બનાવે છે. કોકરનાગ આવીને તમે ફોટોગ્રાફીની મજા પણ માણી શકો છો.
કોકરનાગનું રોઝ ગાર્ડન અહીંનું મુખ્ય કેન્દ્ર આકર્ષણ માનવામાં આવે છે, જેને તમારે બિલકુલ ચૂકવું જોઈએ નહીં.