Superfood For Kids: બાળકોના માનસિક વિકાસ માટે આ ફૂડ છે જરૂરી, આજે જ કરો ડાયટમાં સામેલ
બાળકોના માનસિક વિકાસ માટે શું આપવું યોગ્ય છે તેની કોઈ વ્યવસ્થિત ડાયરી કે કોઈ દિનચર્યા નથી, જો આવું હોત તો દરેક માતા-પિતા તેને અનુસરીને બાળકોને આ જ ડાયટ આપત અને દરેક બાળક હેલ્ધી હોત. આજે અમે બાળક માટે એવા કેટલાક જરૂરી સુપરફૂડ વિશે માહિતી આપી રહ્યાં છે. જે બાળકના ગ્રોથ માટે જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક આહાર આપી શકો છો, જેની મદદથી તેમના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળશે.
EGG: ઇંડા બાળકની એકાગ્રતા વધારે છે. બીજી તરફ ઈંડાનો સફેદ ભાગ ખાવાથી બાળકનો માનસિક વિકાસ થાય છે.
JAMBU: જાંબુ બાળકોના માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તે મગજમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે.
ORANGE: વિટામિન સીથી ભરપૂર નારંગીને સ્વસ્થ મન માટે સારું માનવામાં આવે છે. નારંગી બાળકની કુશળતાને સુધારવામાં પણ મદદ કરે છે.
CURD: દહીંમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. દહીંમાં આયોડિન પણ હોય છે, જે માનસિક વિકાસ માટે જરૂરી છે. જો કે ધ્યાનમાં રાખો કે બાળકોને સાદું દહીં આપવું યોગ્ય છે.
FISH: માછલીનું સેવન કરવાથી બાળકને ઓમેગા 3, ચરબી, આયોડિન અને ઝીંક મળે છે. સાથે જ તે માનસિક વૃદ્ધિ માટે પણ સારું છે.