T-Shirt પહેરો તો છો.... પણ જાણો છો આમાં T નો શું અર્થ થાય છે ?
નવી દિલ્હીઃ ટી-શર્ટ સૌથી આસાન ટ્રેન્ડી ફેૉશનમાંની એક છે. ઘણાબધા લોકો ટી-શર્ટ પહેરે છે, પરંતુ, શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ થયો કે આને ટી-શર્ટ કેમ કહેવામાં આવે છે ? T-Shirtમાં ટી નો અર્થ શું થાય છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટી-શર્ટ 19મી સદીમાં વપરાતા અંડરગારમેન્ટ્સમાં વિકસીત થઇ હતી, અને 20મી સદીના મધ્યમાં આ અંડરગારમેન્ટ્સમાંથી આગળ વધીને સામાન્ય ઉપયોગ થનારા કપડાંમાં પરિવર્તિત થઇ ગઇ.
આને જ્યારે પૉપ કલ્ચરમાં એન્ટ્રી કરી તો આને ટી-શર્ટ કહેવામા આવવવા લાગી,. ટી-શર્ટ એટલે કે ટૉલ શર્ટ, જેની લેન્થ ઘૂંટણ સુધી હોય છે.
ટી-શર્ટ T નો અર્થ ટૉલ ઉપરાંત ટેન્ક ટૉપ અને ટી-શેપથી પણ હોય છે. કેમ કે આકારમાં T શેપ જેવી દેખાય છે, એટલા માટે આને ટી-શર્ટ કહેવામાં આવે છે.
અંડર શર્ટ બાદ ટી-શર્ટ નો યૂઝ નેવીના જવાનોના યૂનિફૉર્મનો ભાગ પણ બનાવવામાં આવ્યો હતો, વળી ટી-શર્ટ ને પહેલીવાર કોકા કોલા કંપનીએ બ્રાન્ડ પ્રમૉશન માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને ત્યારથી ટી-શર્ટને અંડર શર્ટે જગ્યાએ લોકોએ એકલી પહેરવાની શરૂ કરી દીધી હતી.
વર્ષ 2019 માં થયેલા IndexBoxના રિસર્ચમાં સૌથી વધુ ચીન, ત્યારબાદ યુએસએ અને પછી ઇન્ડિયાના લોકો ટી-શર્ટ પહેરે છે.
આજકાલ ઘણાબધા ફેબ્રિક્સમાં ટી-શર્ટ બનવા લાગી છે, પરંતુ હજુ પણ કૉટન અને પૉલિસ્ટર ફેબ્રિકની ટી-શર્ટ માર્કેટમાં સૌથી વધુ દેખી શકાય છે.