Skin Care: એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે આ 4 ચીજ, આ રીતે કરો ઉપયોગ, ત્વચા રહેશે કરચલી મુક્ત
વધતી ઉંમરની અસર શરીર પર જોવા મળે છે પરંતુ કેટલીક આદતો બદલીને વધતી ઉંમરની સ્કિન પર અને શરીર પર અસર ઓછી ચોકક્સ કરી શકાય છે. કેવી રીતે જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.
આંબળા વિટામિન cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે. આ તમામ ટિપ્સને ફોલો કરીને આપ વધતી ઉંમરની થતી અસરને રોકી શકો છો. અશ્વગંધા સહિતના આયુર્વેદિક સુપર ફુડ ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે
મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.