Almond oil : માત્ર સ્કિન નહિ વાળ માટે પણ વરદાન છે આ તેલ, લગાવવાથી થાય છે આ અદભૂત ફાયદા
આપણે બધા બદામના ગુણોથી વાકેફ છીએ. દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ, આ વાત આપે વડીલો પાસેથી ખૂબ સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે, બદામનું તેલ લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો જણાવીએ કે તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને તેના ફાયદા શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદામનું તેલ લગાવવાના ફાયદા-બ્લેક સર્કલ-સ્ટ્રેસ અને ઉંઘ ન આવવાને કારણે ડાર્ક સર્કલ થવું સામાન્ય બાબત છે. આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ઠંડીમાં બદામનું તેલ લગાવવું જોઈએ. આ સાથે દરરોજ હળવા હાથથી આંખોની નીચે મસાજ કરો. તમે થોડા અઠવાડિયામાં જ ફરક જોશો.
કરચલીઓ-બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને આ કારણે તે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો અને જો તમારી ત્વચા તૈલી ન હોય તો તેને આખી રાત રહેવા દો, નહીં તો અડધા કલાક પછી ધોઈ લો અને ક્રીમ લગાવીને સૂઈ જાઓ.
પિમ્પલ્સ-જે લોકો ખીલ કે પિમ્પલ્સથી પરેશાન છે, તેમણે બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચામાંથી બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે અને છિદ્રોને અંદરથી સાફ કરે છે.
શિયાળામાં મોટાભાગના લોકોની ત્વચા શુષ્ક થઇ જાય છે. એટલું જ નહીં તેમાં લાલાશ અને બળતરા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં બદામનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ત્વચાનું મોશ્ચર જળવાઈ રહે છે અને તેને સારું પોષણ પણ મળે છે.
ડેન્ડ્રફ-શિયાળામાં માત્ર ત્વચા જ નહીં પણ સ્કેલ્પ પણ શુષ્ક થઈ જાય છે અને માથાના સ્કેલ્પ પર ડેન્ડ્રફ થવા લાગે છે જેનાથી વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે બદામના તેલથી માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આ તેલની માલિશ કરો
ભોજનમાં બદામના તેલનો ઉપયોગ કરો-માત્ર ચહેરા અને વાળ પર લગાવવા માટે જ નહીં, બદામના તેલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. બદામના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે મગજને તેજ બનાવવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે, કારણ કે આ તેલમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે ડિલિવરી સમયે બદામના તેલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે. આ તેલ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.