Health Tips: સરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સરગવો એક સુપરફૂડ છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે. કબજિયાત,ગેસ અપચાની સમસ્યા સરગવાની સેવનથી દૂર થાય છે. સરગવો ઇમ્યનિટી બૂસ્ટર પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંખના રોગો માટે સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.
જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી પણ સ્વચ્છ રહે છે અને આયરનની ઉણપ દૂર થાય છે.
સરગવાની શીંગોમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.
સરગવોના ઉપયોગથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.
સરગવાના સેવનથી ડિપ્રેશન, નર્વસનેસ અને થાકમાં રાહત મળે છે. સરગવામાં મોજૂદ વિટામિન-બી પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે.સ્કિનમાં હાજર તત્વ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.