Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Tourist places: ભારતના 10 પ્રવાસન સ્થળો જે પ્રવાસીઓની છે ખાસ પસંદ
Delhi: આ શહેર તેની ઐતિહાસિક ઈમારતો, મંદિરો, બજારો વગેરે માટે દેશભરમાં પ્રખ્યાત છે.જો તમે શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માંગતા હોવ તો લોટસ ટેમ્પલ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે. જો તમને વસ્તી ગમે છે તો ચાંદની ચોક પર જાઓ. લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, અક્ષરધામ મંદિર, જામા મસ્જિદ, સરોજિની નગર બજાર વગેરે જેવા અનેક સ્થળોની મુલાકાત લઈને તમારા પ્રવાસને યાદગાર બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAgra: આગ્રામાં વિશ્વની સાત અજાયબીઓમાંની એક અહીં સ્થિત છે. તાજમહેલની અપાર સુંદરતા પ્રેમની વાર્તા કહે છે. સફેદ આરસપહાણથી બનેલો તાજમહેલ શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બંધાવ્યો હતો. તેની પાછળની બાજુએ યમુના નદી વહે છે. બીજી એક વસ્તુ જે અહીં પ્રસિદ્ધ છે તે છે સ્વાદિષ્ટ આગરા પેઠા.2
Jaipur: પિંક સિટી તરીકે ઓળખાતું આ શહેર રાજસ્થાનમાં આવેલું છે. આ શહેર વિવિધ પ્રકારના કિલ્લાઓ અને પ્રાચીન ઈમારતોથી ભરેલું છે. જયપુર એ ભારતના પ્રવાસન સ્થળોનો અભિન્ન ભાગ છે. લોકોમાં સૌથી પ્રખ્યાત હવા મહેલ છે, જો તમે અહીં આવ્યા પછી હવા મહેલ ન જોયો હોય તો તમારી યાત્રા અધૂરી છે.
Darjeeling: દાર્જિલિંગ પણ ભારતના મુખ્ય પ્રવાસન સ્થળમાંનું એક છે જેને પહાડોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક તરફ મનને પ્રસન્ન કરી દે તેવા પહાડો છે અને બીજી બાજુ લીલાછમ સુંદર ચાના બગીચા છે.આ વિશ્વનો શ્રેષ્ઠ ચા ઉત્પાદક વિસ્તાર છે. અન્ય આકર્ષણો ટાઈગર હિલ, ટોય ટ્રેન, પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક અને હેપ્પી વેલી ટી એસ્ટેટ છે.
Jammu & Kashmir: કાશ્મીરને ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ સ્થાનની સુંદર ખીણો તમને એવી રીતે આકર્ષિત કરશે કે તમે ફક્ત તે જોઈ તમે મંત્રમુગ્ધ બની જશો. બરફથી ઢંકાયેલા ઉંચા પહાડો અને વૃક્ષો અને છોડ જોઈને તમે કુદરતના રંગમાં રંગાઈ જશો અહીં તમે ચોક્કસપણે સ્વર્ગ જેવો અનુભવ કરશો. ગુલમર્ગ, દાલ સરોવર, સોનમર્ગ, પહેલગામ વગેરે જેવી સુંદર જગ્યાઓ તમને મોહિત કરશે અને તમને વારંવાર અહીં આવવાનું મન કરાવશે.