Island: ખાવા પીવાના સમાન સહિત અહીં કોઇ વસ્તુ નથી મળતી, ખૂબ જ નિર્જન છે આ વિસ્તાર, જાણો લોકો કેવી જીવે જિંદગી
દુનિયામાં એક કરતા વધારે અનોખા સ્થાનો છે, પરંતુ આજે અમે એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ન તો ખાવાનું મળે છે અને ન તો તમે કપડાં ખરીદી શકો છો, જાણીએ કઇ છે આ જગ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિટલ ડોમેટ આઇલેન્ડ નામનું આ વિશ્વનું એકમાત્ર શહેર છે. રિપોર્ટ અનુસાર, તે અમેરિકામાં સ્થિત છે જે ખૂબ જ નિર્જન છે. તે રશિયાથી માત્ર 3 કિલોમીટર દૂર છે અને લગભગ 8 ચોરસ કિલોમીટરમાં બનેલ છે.
આપને જણાવી દઈએ કે, આ સ્થળ રશિયન ટાપુ બિગ ડાયોમેડથી થોડે દૂર સ્થિત છે. આ બે ટાપુઓની વચ્ચે એક મહાસાગર પણ છે. બંને ટાપુઓ અલાસ્કા નજીક બેરિંગ ગલ્ફની મધ્યમાં છે.
આ ટાપુ પર માત્ર 80 લોકો રહે છે. શિયાળાની ઋતુમાં બંને ટાપુઓ વચ્ચે પાણી જામી જતું હતું, જેના કારણે એક બર્ફીલા પુલ બનાવવામાં આવ્યો હતો, આ પુલને કારણે લોકો એક ટાપુથી બીજા ટાપુ પર જઈ શકતા હતા.
આ સ્થાનનું તાપમાન ઉનાળામાં 10 ડિગ્રી સેલ્સિયસ અને શિયાળામાં -14 ડિગ્રી સુધી જાય છે. આ જગ્યાએ 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા પવન ફૂંકાય છે.
કપડાં, ખોરાક, બળતણ જેવી જરૂરી ચીજવસ્તુઓ હેલિકોપ્ટરની મદદથી શહેરમાં લાવવામાં આવે છે. સામાનની ડિલિવરી દર અઠવાડિયે હેલિકોપ્ટર દ્વારા અથવા શિપની મદદથી કરવામાં આવે છે.
આ જગ્યાએ ડિટર્જન્ટ પાવડર 3 કે 4 રૂપિયામાં મળે છે. Wi-Fi નેટવર્ક પ્રદાન કરવાની સિસ્ટમ છે જો કે એ ફક્ત બાળકો માટે શાળાઓમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
આ સ્થળે લગભગ 25 ઈમારતો છે જેનું નિર્માણ વર્ષ 1970 થી 1980 દરમિયાન કરવામાં આવ્યું હતું. અહીં એક શાળા અને પુસ્તકાલય પણ છે. આ વિસ્તાર ખૂબ જ પથરાળ છે, જેના કારણે અહીં કોઈ રસ્તા નથી, અહીં ન તો કોઈ બેંક છે કે ન તો કોઈ રેસ્ટોરન્ટ.