Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
જો તમે આ સ્થળો પર ફરવા માટે જઈ રહ્યા છો ટો અહિયાં તમે એક પણ પૈસા ચુકવ્યા વગર રહી શકો શકો છો,અહી કોઈ પૈસા નહીં લાગે
લેહ, લદ્દાખ-મઠ: થિક્સી મઠ: લેહનું આ પ્રખ્યાત બૌદ્ધ મઠ પ્રવાસીઓ માટે મફત આવાસ પ્રદાન કરે છે.અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર નજારો તમારી સફરને અવિસ્મરણીય બનાવી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋષિકેશ, ઉત્તરાખંડ - આશ્રમ: પરમાર્થ નિકેતન આશ્રમ: ઋષિકેશ યોગ અને ધ્યાન માટે ખૂબ પ્રખ્યાત જગ્યા છે.અહીંયા પરમાર્થ નિકેતન આશ્રમમાં તમને રહેવા અને ભોજનની મફત સુવિધા મળશે, અહીં તમે ગંગા નદીના કિનારે યોગ અને ધ્યાનનો આનંદ માણી શકો છો.
તિરુપતિ,આંધ્રપ્રદેશ મંદિર સંકુલ - તિરુમાલા વેંકટેશ્વર મંદિર: તિરુપતિ બાલાજી મંદિરની નજીક આવેલી ધર્મશાળાઓમાં મફત રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. અહીં તમને સાદું પણ આરામદાયક વાતાવરણ મળશે, જે તમારી તીર્થયાત્રાને વધુ સુખમયી બનાવશે.
અમૃતસર, પંજાબ - ગુરુદ્વારા: ગુરુદ્વારા હરમંદિર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ): અમૃતસરનું ગોલ્ડન મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં ગુરુદ્વારામાં મફત લંગર અને રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. સ્વચ્છ જગ્યા અને સ્વાદિષ્ટ ભોજનની સાથે અહીંનું ધાર્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ તમારું દિલ જીતી લેશે.
ગુરુદ્વારા યાત્રાળુઓને મફત લંગર અને રહેવાની સુવિધા પૂરી પાડે છે. અહીં તમને સ્વચ્છ જગ્યા અને સ્વાદિષ્ટ ભોજન મળશે. આ ઉપરાંત, તે શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણનો અનુભવ પણ આપે છે. તમે જ્યાં જાઓ ત્યાં ગુરુદ્વારા હોય તો તમે ત્યાં રોકાઈ શકો.