દિલ્લીમાં બાળકોને ફરવા લઈ જવા માટે પાંચ શ્રેષ્ઠ પાર્ક, ઓછા ખર્ચામાં વધુ આનંદ
નેહરુ પાર્ક: નેહરુ પાર્ક ચાણક્યપુરી, દિલ્હીમાં આવેલો છે. આ પાર્ક બાળકો માટે ખૂબ જ સારો છે, કારણ કે તેમાં વિશાળ મેદાન અને રમવા માટેના ઘણા સાધનો છે. અહીં તમે પિકનિક પણ કરી શકો છો અને બાળકોને ખુલ્લી હવામાં રમતા જોવાનો આનંદ માણી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુંદર નર્સરી પાર્કએ દિલ્હીમાં હુમાયુના મકબરાની નજીક આવેલ છે. આ પાર્ક તેના સુંદર બગીચા, ફુવારા અને તળાવો માટે પ્રખ્યાત છે. અહીં વિવિધ પ્રકારના ફૂલો, વૃક્ષો અને છોડ જોઈ શકાય છે. અહીં બાળકોને રમવા માટે પણ ઘણી વિશાળ જગ્યા છે.
ચિલ્ડ્રન પાર્ક, ઈન્ડિયા ગેટઃ ઈન્ડિયા ગેટ પાસે આવેલ ચિલ્ડ્રન પાર્ક બાળકો માટે ખૂબ અદભૂત જગ્યા છે. અહી બાળકો માટે ઘણાં હીંચકાં અને રમતનાં સાધનો છે. આ પાર્ક ખૂબ જ સ્વચ્છ અને સલામત છે, જ્યાં બાળકો આરામથી રમી શકે છે. અહીં એન્ટ્રી પણ ફ્રી છે.
ગાર્ડન ઓફ ફાઈવ સેન્સ: ગાર્ડન ઓફ ફાઈવ સેન્સ દિલ્હીના સાકેતમાં આવેલો છે. આ પાર્ક ખૂબ જ સુંદર છે અને બાળકો માટે રમવાની સારી વ્યવસ્થા વાળો છે. બાળકો અને પુખ્ત વયના બંનેને અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ ગમશે. આ પાર્કમાં પ્રવેશવા માટે કુબ ઓછી ફી છે, પરંતુ તે પોષાય તેમ છે.
વેસ્ટ ટુ વન્ડર પાર્કએ દિલ્હીમાં એક અનોખું સ્થળ છે. અહીં કચરામાંથી વિશ્વની સાત અજાયબીઓની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. આ પ્રતિકૃતિઓ વાસ્તવિક જેવી જ લાગે છે. આ સ્થળ બાળકો અને પુખ્ત વયના લોકો માટે ખૂબ જ આકર્ષક છે. આ પાર્ક પર્યાવરણ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે.