Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગરમીમાં આ 5 ફૂડને ભરપેટ ખાવાથી નહિ વધે વજન, વેઇટ લોસ કરવામાં પણ મળશે મદદ, જાણી લો ડાયટ પ્લાન
વજન ઘટાડવા માટે, આપને ડાયટિંગની નહી પરતું યોગ્ય ડાયટની જરૂર હોય છે. આવો ડાયટ પ્લાન અપનાવો જેને લાંબો સમય સુધી ટ્રાય કરી શકો. મોટાભાગના લોકો પાતળા થવા માટે ડાયેટિંગનો આશરો લે છે અને ક્રેશ ડાયેટિંગ કરે છે. જો કે આ ડાયટ લાંબો સમય નથી ચલાવી શકાતું અને ક્રૈશ ડાયટિંગથી વિકનેસ પણ આવી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે આજે આપને એવી ખાવા-પીવાની એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું વજન ઝડપથી ઘટી શકે છે અને હેવી વર્કઆઉટ કર્યા વિના પણ તમે વજન ઘટાડી શકો છો.
ઉનાળામાં દહીં શરીરને પોષણ આપે છે સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દહીં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અનેઆપ તેનાથી ઓવરઇટિંગથી પણ બચી શકો છો. દહીંમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન B2, વિટામિન B12 અને મેગ્નેશિયમ હોય છે, દહીં ખાવાથી પેટ હલકું રહે છે.
ગરમીમાં આવતી શાકભાજી પણ વેઇટલોસમાં કામ કરે છે. દૂધી, તૂરિયાને ડાયટમાં સામેલ કરો. આ શાક પચવામાં ઉત્તમ છે અને વેઇટ લોસમાં પણ કારગર છે. દૂધી ખાવાથી ગોળ ખાવાથી શરીરને વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક મળે છે.
બદામમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે ભૂખ લાગતી નથી. બદામ ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જેના કારણે વધારાની ચરબી ઝડપથી ઘટે છે. બદામમાં વિટામિન ઇ, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. રાત્રે પલાળીને સવારે 5 દાણા બદામના ખાવાથી અનેકગણાના ફાયદા થાય છે.
જો તમારે પાતળા થવું હોય તો ખોરાકમાં છાશનો ઉપયોગ અવશ્ય કરો. છાશમાં સ્વસ્થ બેક્ટેરિયા, કાર્બોહાઇડ્રેટ્સ અને લેક્ટોઝ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ફિગર જાળવી રાખવા માટે તમે સાદી અથવા મસાલા છાશને ભોજન સાથે પી શકો છો.
ઉનાળામાં તમારે લીંબુનો વધુ ઉપયોગ કરવો જોઈએ. ગરમીથી બચવા માટે રોજ લીંબુ પાણી પીવું જોઈએ. તેનાથી શરીરને એનર્જી મળે છે અને વજન પણ ઘટે છે. લીંબુમાં થિયામીન, નિયાસિન, રિબોફ્લેવિન, વિટામિન ઇ, વિટામિન બી-6 અને ફોલેટ જેવા વિટામિન હોય છે, જે વજન ઘટાડે છે.