આઇસ્ક્રિમ અને ચોકલેટથી નથી વધતું વજન બસ ખાવાનો સમય જાણી લો, જાણો ફૂડ સાઇન્ટિસ્ટે શું કર્યો ખુલાસો ?
વજન ઘટાડવા અથવા તેને નિયંત્રણમાં રાખવા માટે લોકો ખાવાનું ટાળે છે, ખાસ કરીને આઈસ્ક્રીમ, પાસ્તા અને કેળા જેવી વસ્તુઓ. ટેસ્ટમાં વધારો કરતી વસ્તુઓ ન ખાવાથી પણ લોકો હતાશ થઈ જાય છે. પરંતુ ફૂડ સાયન્ટિસ્ટ નતાલી અલીબ્રાન્ડીએ ખુલાસો કર્યો છે કે દરેક વ્યક્તિ બધું ખાઈ શકે છે, પરંતુ ખાવાનો યોગ્ય સમય જાણવો જોઈએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારમાં આઈસ્ક્રીમ ભલા કોણ ખાઇ આપણે તેને બપોરે અથવા સાંજે ખાઈએ છીએ. પરંતુ જો વજન કંટ્રોલમાં રાખવું હોય તો ફૂડ સાયન્ટિસ્ટ નતાલી અલીબ્રાન્ડી કહે છે કે જો સવારે 6.30ની આસપાસ આઈસ્ક્રીમ ખાવામાં આવે તો તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે અને વજન પર પણ કોઈ અસર નહીં થાય.
કોફી પીવા માટે મીડ મોર્નિંગ એટલે કે સવારનો સમય જ યોગ્ય હોય છે. જો કે સવારે ઉઠ્યાં બાદ જ તરત જ કોફી પીવી આપના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડે છે. બપોરનું ભોજન પહેલાનો સમય કોફી પીવાનો યોગ્ય સમય છે.
image 3
ચોકલેટ સવારે 11 વાગ્યે- લંચ પહેલા ચોકલેટ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એક સ્પેનિશ અભ્યાસ દર્શાવે છે કે જે મહિલાઓ સવારે 100 ગ્રામ ખાંડ ખાય છે તેમના શરીરની ચરબી વધુ બર્ન થાય છે અને તેના બ્લડમાં સુગર ઓછી હતી.
કીવી- રાત્રે 9-30 વાગ્યે- જો તમને ઊંઘવામાં તકલીફ પડતી હોય, તો સૂવાના સમયના એક કલાક પહેલાં કીવી ફળ એ યોગ્ય નાસ્તો છે. ચાર અઠવાડિયાના અભ્યાસમાં પુખ્ત વયના લોકોને સૂવાના સમય પહેલાં 2 કીવી ખાવાનું કહેવામાં આવ્યું છે. તેનાથી જલ્દી ઊંઘ આવે છે. આ ફળમાં સેરોટોનિનનું પ્રમાણ વધુ હોય છે જે શરીરમાં સ્લીપ હોર્મોન મેલાટોનિનને વધારવામાં મદદ કરે છે.
સૂપ - બપોરે 12 વાગ્યે-જો તમે લંચના અડધા કલાક પહેલા ઓછી કેલરીવાળો સૂપ ખાઓ તો તમારું વજન ઘટી શકે છે.એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ મુખ્ય ભોજન પહેલાં સૂપનું સેવન કર્યું હતું તેઓમાં એકંદરે ઓછી કેલરી ખાવાની શક્યતા 20 ટકા ઓછી હતી.
બનાના - સાંજે 5.30 કલાકે- આ સમયે કેળું ખાવું યોગ્ય છે. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બંને શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને ઘટાડવા માટે જાણીતા છે. પોટેશિયમ તમારા સ્નાયુઓને આરામ કરવામાં પણ મદદ કરે છે. કેળામાં સેરોટોનિન પણ ભરપૂર હોય છે જે તમારા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે.