Weight loss tips: વેઇટ લોસ માટે અને હેલ્ધી રહેલા માટે આ લોટની રોટલી છે ઉત્તમ, રિસર્ચનું તારણ
વજન ઘટાડવા માટે લોકો ડાયટિંગ કરે છે. જો કે, ડાયેટિંગ વગર પણ તમે વજન ઘટાડી શકો છો. આપની ડાયટમાં આ લોટની રોટલીને સામેલ કરી દો. પછી જુઓ કમાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થૂળતાને કારણે તમારો આત્મવિશ્વાસ નબળો પડે છે. આટલું જ નહીં તે અનેક રોગોને પણ આમંત્રણ આપે છે. વધારે વજનથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો જીમમાં જાય છે તો કેટલાક ડાયટિંગ કરવા લાગે છે. જો કે, અતિ ક્રશ ડાયટિંગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો સવાલ એ છે કે વજન કેવી રીતે ઘટાડવું જેથી શરીર પર કોઈ ખરાબ અસર ન થાય. જવાબ છે જુવારનો રોટલો. હા, જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારા આહારમાંથી ઘઉંની રોટલીની બાદબાકી કરે જુવારના રોટલાનો સમાવેશ કરો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જુવારની રોટલી ખાવાથી વજન ઘટે છે.
જો તમે દરરોજ જુવારનો રોટલો ખાઓ તો શરીરમાં જમા થયેલી ચરબી ઓછી થઈ શકે છે. તે લિપિડ મેટાબોલિઝમ ડિસઓર્ડરને સુધારવામાં પણ મદદ કરે છે.ચીનના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સ્થૂળતાની સારવારમાં જુવારની ભૂમિકા જોવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે જુવાર ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે.
જુવારમાં ફેનોલિક કમ્પાઉન્ડ જોવા મળે છે. તે એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે. તેનાથી શરીરમાં સોજો ઓછો થાય છે. ઘણા અભ્યાસોમાં એવું જોવામાં આવ્યું છે કે એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ખોરાક સોજો વિરોધી અસર દર્શાવે છે. જેના કારણે તે સોજો ઘટાડવા અથવા રોકવામાં મદદ કરે છે.
જુવારમાં ડાયેટરી ફાઈબર મળી આવે છે જે પાચનને સુધારે છે. જુવારનો રોટલો ખાવાથી કબજિયાત, પેટ ફૂલવાની સમસ્યા, ગેસ, પેટનો દુખાવો દૂર રહે છે. તે કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
વજન ઘટાડવા અને સ્વસ્થ રહેવા માટે લોકો ગ્લુટેન ફ્રી ફૂડ પર ભાર આપી રહ્યા છે. જુવાર ગ્લુટેન ફ્રી છે. તે સેલિયાક રોગથી રાહત આપે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે જુવારમાં ખાસ ફાઈટોકેમિકલ્સ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓમાં ખોરાકની સમસ્યા સૌથી વધુ હોય છે. તેમને ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તે બ્લડમાં સુગરની માત્રા વધારીને કામ કરે છે. પરંતુ જુવાર એ લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખોરાક છે. ડાયાબિટીસવાળા લોકો તેને ખાઈ શકે છે.