Laser hair removal: રૂંવાટીથી છૂટકારો આપતી લેસર ટ્રીટમેન્ટ શું છે, જાણો તેના ફાયદા અને નુકસાન
અનિચ્છનીય વાળ દૂર કરવા માટે લેસર હેર રિમૂવલની લેટેસ્ટ ટેક્નોલોજીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે તે કેવી રીતે કામ કરે છે? તેના ફાયદા અને ગેરફાયદા શું છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રક્રિયામાં લેસરમાંથી નીકળતી ઉર્જા વાળના છિદ્રોને નિશાન બનાવે છે.લેસર સાધનોમાંથી નીકળતા કિરણો ત્વચામાં જાય છે અને વાળના છિદ્રોમાં જાય છે. આ પછી લેસર એનર્જી વાળમાં મેલેનિન દ્વારા શોષાય છે. આવી સ્થિતિમાં, છિદ્રો ભરાઈ જાય છે અને નવા વાળ અથવા તેમની વૃદ્ધિ અહીં અટકી જાય છે. ટ્રીટમેન્ટથી સ્કિનની અંદરના ફોલિકલ્સને નષ્ટ થાય છે. જેથી વાળ ઉગવાની પ્રક્રિયા બંધ થઇ જાય છે.
લેસર ટેક્નોલોજીથી વાળ દૂર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તમારે આમાં ખાસ પ્રયત્નો કરવાની જરૂર નથી.
લેસર ટ્રીટમેન્ટથી વાળ દૂર કરવું એ ખૂબ જ સરળ અને પીડારહિત પ્રક્રિયા છે જેમાં તમને ઓછો દુખાવો થાય છે.
લેસર વાળ દૂર કરવામાં પણ અન્ય પ્રક્રિયાઓની સરખામણીમાં ઓછો સમય લાગે છે. વાળ દૂર કરતી વખતે, આસપાસની ત્વચાને ઓછું નુકસાન થાય છે.
આ ટ્રીટમેન્ટ રુંવાટીનો મૂળિયાથી નાશ કરે છે. તેને લીધે ગ્રોથ બંધ થઈ જાય છે. લેસર ટ્રીટમેન્ટથી તમારી 85 થી 90% રુવાંટી આવવાની બંધ થઈ જાય છે
જો કે આ ટ્રીટમેન્ટના નુ કસાન પણ છે, સ્કિન ઇન્ફેકશનનો ખતરો સેન્સિટીવ સ્કિનવાળાને રહે છે. સ્કિન પર લાલાશ આવી શકે છે.