Onion Benefits: ગરમીમાં આ કારણે ખાવી જોઇએ કાચી ડુંગળી, સ્વાસ્થ્યને પહોંચે છે, આ 5 મોટા ફાયદા
ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો રોજ એક કે બે ડુંગળી ખાવામાં આવે તો ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલ કરી શકાય છે. તેમાં વિટામિન A, વિટામિન B6, વિટામિન B-કોમ્પ્લેક્સ અને વિટામિન C મળી આવે છે, તેની સાથે જ તેમાં સોજા વિરોધી, એન્ટિ-એલર્જિક અને એન્ટિ-ઑક્સિડન્ટ ગુણો ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળી ખાવાના 5 સૌથી મોટા ફાયદા શું છે.
1. હીટસ્ટ્રોકથી બચાવે છે-આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં લોકો હીટસ્ટ્રોકના કારણે ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં જો તમે કાચી ડુંગળી ખાશો તો તાપમાન વધવા પર તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. આ હીટ સ્ટ્રોકથી બચી શકાશે.
2. શરીરને ઠંડક આપે છે-નિષ્ણાતો કહે છે કે જ્યારે ઉનાળામાં જોરદાર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો ફૂંકાવા લાગે છે, ત્યારે કાચી ડુંગળી તમારા આહારમાં સામેલ કરવી જોઈએ. અનેક ગુણોથી ભરપૂર ડુંગળી આવા હવામાનમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.
3. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે- ડુંગળીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણો કોઈપણ દવાથી ઓછા નથી. તેમાં સેલેનિયમ નામનું તત્વ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને રોગોથી દૂર રાખવાનું કામ કરે છે.
4. પાચનમાં સુધારો-આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં ડુંગળીને ખૂબ જ અસરકારક માને છે. તેઓ કહે છે કે તેને ખાવાથી અપચો નથી થતો. જો કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સલાડ ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે અને પેટની સમસ્યા થતી નથી.
5. શુગર લેવલ નિયંત્રિત રાખવમાં કારગર -સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શુગર લેવલને જાળવવામાં મદદ કરી શકે છે. તેમાં સલ્ફર અને ક્વેર્સેટિન જેવા એન્ટિ-ડાયાબિટીક સંયોજનો પહેલેથી જ હાજર છે, જે બ્લડ સુગર લેવલને જાળવી શકે છે