બ્યુટી ક્વિન ઉર્વશી રૌતેલાનો આ છે ડાયટ પ્લાન, જાણો કેવી રીતે મેન્ટેઇન કરે છે પરફેક્ટ ફિગર
બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસની બ્યુટી ક્વિન ઉર્વશી રૌતેલાનો ફિટનેસ અને બ્યુટીના સૌ કોઇ કાયલ છે. ઉર્વશી રૌતેલાનો તેની ફિટનેસ અને બ્યુટીના કારણે હંમેશા ચર્ચમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપને જણાવી દઇએ કે ખૂબ ખાઇને પણ ઉર્વશી રૌતેલે ફિગરને પરફેક્ટ રાખે છે. તાજેતરમાં જ તેના ફિટનેસ એકસ્પર્ટે તેનો ડાયટ પ્લાન શેર કર્યો છે.
ઉર્વશી રૌતેલાના પરફેક્ટ ફિગરની ક્રેડિટ ન્યુટ્રિશ્યન એક્સપર્ટ નંદકુમારને જાય છે. તે ઉર્વશી રૌતેલાના પરફેક્ટ ફિગર માટે સતત મહેનત કરે છે.
પફેક્ટ ફિગર માટે ઉર્વશી તેના ટ્રેનરની દરેક વાત માને છે અને તેન ચુસ્તતાથી ફોલો કરે છે. તે ડાયટ પ્લાને પણ ચુસ્તતાથી ફોલો કરે છે. તે ત્રણ ટાઇમનું મીલ લે છે.
તે પ્રોટીન, ફાઇબર અને યુક્ત ફૂડ વધુ લે છે. ખુદને હાઇડ્રેઇટ રાખવા માટે તે 10થી 12 ગ્લાસ દિવસમાં પાણી પીવે છે.
ઉર્વશીના દિવસની શરૂઆત નાસ્તાથી થાય છે. જેમાં તે 3 ઈંડાની સફેદી, એક રાગીની રોટલી અને 10 ગ્રામ એવોકાડો ખાય છે. આ પછી, તે લંચમાં માછલી અને લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. જેમાં તે 100 ગ્રામ સૅલ્મોન ફિશ અને 150 ગ્રામ લીલા શાકભાજી ખાય છે. ડિનર માટે, તેમને બ્રોકોલી અને ચિકન સૂપ, 150 ગ્રામ સલાડ અને 10 ગ્રામ એવોકાડો ખાય છે.
ઉર્વશીના વર્કઆઉટ પ્લાન વિશે વાત કરીએ તો, તે હંમેશા એક્સરસાઇઝમાં વેરિએશન પસંદ કરે છે. જેમાં તેને પાવર ટ્રેનિંગ, કન્ડિશનિંગ ટ્રેનિંગ, કાર્ડિયો અને MMA ટ્રેનિંગ કરવાનું પસંદ છે. તે દરરોજ જીમમાં એકથી દોઢ કલાક વિતાવે છે.