હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે સૌ પ્રથમ ડાયટમાં સામેલ કરો આ ફૂડ, આ ચીજથી મળશે નેચરલ બ્યુટી
હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે સૌ પ્રથમ ડાયટમાં સામેલ કરો આ ફૂડ, આ ચીજથી મળશે નેચરલ બ્યુટી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધતી જતી ઉંમરની સ્કિન પર પણ અસર જોવા મળે છે. આ સ્થિતિમાં સ્કિન ઢીલી થવા લાગે છે અને તેમાં ફાઇન લાઇન્સ થવા લાગે છે.
વધતી જતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરવા માટે આપણે સૌ પ્રથમ ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. એવા પાંચ ફૂડ વિશે વાત કરીશું જે સ્કિનને લાંબા સમય સુધી યંગ રાખવામાં મદદ કરે છે. એક રિસર્ચ મુજબ અખરોટમાં મોજૂદ ઓમેગા 3 ફેટી એસિડ, ઇન્ફેમેશનને ઓછું કરીને સ્કિનના ગ્લોને બનાવી રાખે છે. અખરોટ વિટામિન ઇ,એન્ટીઓક્સિડન્ટ, સેલેનિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
સીમલા મિર્ચ બીટા કેરોટીનનો સારો સ્ત્રોત છે. જે શરીરમાં વિટામિન ઈમાં બદલી જાય છે.વિટાનિ ઇ ત્વચા માટે ખૂબ જ મહત્વૂપર્ણ પોષક તત્વો છે. વિટામિન ઇ શરીરમાં કોલેજનની બૂસ્ટ કરે છે. સીમલા મિર્ચ વિટામીન સીનો પણ સારો સ્ત્રોત છે. જે સ્કિનને ટાઇટ અને રિંકલ ફ્રી રાખવામાં મદદ કરે છે.
ફૂડ ડેટા સેન્ટ્રલ અનુસાર બ્રોકોલીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ઝિંક, વિટામિન એ અને વિટામિન સી ત્વચા માટે વધુ ફાયદાકારક છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્રોકોલીમાં સલ્ફોરાફેન નામનું સંયોજન હોય છે, જે ત્વચાના કેન્સરની શક્યતાને ઘટાડે છે. સલ્ફોરાફેન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. તેમજ તેની મદદથી ત્વચાનું કોલેજન સ્તર સંતુલિત રહે છે.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ટામેટાંમાં હાજર બીટા-કેરોટિન, લ્યુટીન અને લાઇકોપીન ત્વચા પર સૂર્યના હાનિકારક કિરણોની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કેરોટીનોઈડથી ભરપૂર આ ખોરાક સ્વસ્થ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
કોકો ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. કોકોમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે તેની ગ્લો જાળવી રાખે છે. ડાર્ક ચોકલેટ એ કોકોનો સ્વાદિષ્ટ સ્ત્રોત છે.પબમેડના અભ્યાસ મુજબ, કોકો ત્વચાને તડકાથી બચાવે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરે છે, જેના કારણે ત્વચાને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. ડાર્ક ચોકલેટ પસંદ કરો જેમાં ઓછામાં ઓછા 70 ટકા કોકો હોય.